રાજકોટ શહેરમાં વધુ એક આઘાતજનક ઘટના બની હતી જેમાં, રાજકોટની સિનર્જી હોસ્પિટલના એનેસ્થેટિસ્ટ જય પટેલે કાલાવડ રોડ પર સ્પીડવેલ ચોક નજીક આવેલ સુવર્ણ ભૂમિ એપાર્ટમેન્ટ ખાતે એનેસ્થેસિયા લઈને આત્મહત્યા કરી લીધી છે. હાલ બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી છે અને જરુરી કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પ્રાથમિક તપાસમાં ઘરકંકાસને આપઘાતનું કારણ જણાવાયું છે. ડૉ. પટેલે આઘાતમાં આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાએ આરોગ્ય ક્ષેત્રમાં અને સમગ્ર શહેરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. ડૉ. જય પટેલના અચાનક અંતકાળે તેમના પરિવાર, મિત્રો અને સહકર્મચારીઓને ગંભીર આઘાત લાગ્યો છે.