વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે ત્યારે પ્રચારમાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામનો ઉલ્લેખ કરીને તેમન લક્ષદ્ધીપ બંગારામ આઇલેન્ડ રજા માણવાનો પણ ઉલ્લેખ કરીને નવી ચર્ચા જગાવી દીધી છે. મોદીએ દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે મોદીએ રેલીને સંબોધન કરતા કહ્યુ હતુ કે કોંગ્રેસી નેતા પોતાના જે પુર્વજાના નામ પર મત માંગી રહ્યા છે તેમના કારનામાના હિસાબ પણ આપવા પડશે. મોદીએ રાજીવ ગાંધી પર યુદ્ધજહાજ ાઇએનએસ વિરાટનો ખાનગી ટેક્સી તરીકે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમના આક્ષેપ બાદ ખળભળાટ મચી ગયો હતો. રાજવ ગાંધીને લઇને મોદી જે આક્ષેપ કરી રહ્યા છે તે મામલો એવો છે કે વર્ષ ૧૯૮૭ના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા. સમગ્ર દુનિયા નવા વર્ષના સ્વાગત માટે તૈયારી કરી રહી હતી.
આવી સ્થિતીમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ તેમના પરિવારના સભ્યો અને ખાસ મિત્રોની સાથે રજા માણવા માટે પહોંચી ગયા હતા. નવા વર્ષના સ્વાગત માટે તૈયારીમાં ૧૦ દિવસની રજા માણવા માટે રાજવ ગાંધી અરબ સાગરમાં રહેલા ભારતના જ એક દ્ધિપ પર રજા માણવા માટે પહોંચી ગયા હતા. આ પ્રવાસમાં તેમની સાથે તેમના પત્નિ સોનિયા ગાંધી, તેમના બાળકો પ્રિયંકા અને રાહુલ ગાંધી, ઇટાલીથી સોનિયા ગાંધીના પરિવારના સભ્યો, અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના સભ્યો તેમજ કેટલાક અન્ય મિત્રો હતા. આરોપ એ છે કે રાજીવ ગાંધીએ આઇએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો. રાજીવ ગાંધ અને તેમના પરિવારના સભ્યો દ્વારા આ દ્ધિપ પર રજા માણી લેવામાં આવ્યા બાદ બંગારામ આઇલેન્ડની લોકપ્રિયતા વધી ગઇ હતી.