તાજેતરમાં જ સુપરસ્ટાર રજનીકાંત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌ ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ દરમિયાન તેઓ સીએમ યોગીના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. જે બાદથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે વિવાદ વચ્ચે રંજનીકાંતે મૌન તોડ્યુ છે તેમણે યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શને કરવાને લઈને જવાબ આપતા કહ્યું છે કે કોઈ સાધુ કે યોગીના ચરણોમાં નમવું એ તેમની આદત છે, પછી ભલે તે કોઈ પણ ઉંમરના જ કેમ ન હોય અને આ જ કારણે તેમણે તે કર્યું.
રજનીકાંત દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ચરણ સ્પર્શને લઈને સોશિયલ મીડિયા અને ખાસ કરીને તમિલનાડુમાં ઘણો વિવાદ થયો હતો. ૭૨ વર્ષીય રજનીકાંતથી ઘણા નાના યુપી સીએમના ચરણ સ્પર્શ પર ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. લોકોએ કહ્યું કે શું રજનીકાંત માટે તેમનાથી નાના એવા યુપીના સીએમના ચરણ સ્પર્શ કરવા યોગ્ય છે? તે જ સમયે, હવે સુપરસ્ટારે પોતે પોતાની શૈલીમાં જવાબ આપ્યો છે.રજનીકાંતે કહ્યું, “સાધુ હોય કે યોગી, મારાથી નાના હોય તો પણ તેમના ચરણોમાં નમવાની મારી આદત છે અને મેં તે જ કર્યું. તમને જણાવી દઈએ કે રજનીકાંત પોતાની ફિલ્મ ‘જેલર’ની સ્ક્રીનિંગ માટે લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને સમાજવાદી પાર્ટી (એસપી)ના વડા અખિલેશ યાદવને મળ્યા હતા. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ રજનીકાંતની અભિનય કુશળતાની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે મને પણ ‘જેલર’ નામની ફિલ્મ જોવાનો મોકો મળ્યો. મેં રજનીકાંતની ઘણી ફિલ્મો જોઈ છે અને તે એટલો પ્રતિભાશાળી અભિનેતા છે કે ફિલ્મમાં વધુ કન્ટેન્ટ ન હોય તો પણ તે પોતાના અભિનયથી તેને ઉન્નત કરે છે. તે જ સમયે, રજનીકાંતે તેમની નવીનતમ ફિલ્મ ‘જેલર’ની શાનદાર સફળતા માટે દર્શકોનો આભાર પણ માન્યો. તેમની ફિલ્મ જેલર ૨૦૦ કરોડના બજેટમાં બની છે, જ્યારે અત્યાર સુધી ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ (જેલર બોક્સ ઓફિસ કલેક્શન) પર ૨૮૦ કરોડની કમાણી કરી છે