અમદાવાદ : પાવર સેક્ટર માટે અગ્રણી સર્વિસ પ્રોવાઇડર્સ પૈકીના એક રાજેશ પાવર સર્વિસિસ લિમિટેડે જાહેર કર્યું છે કે તેના આઇપીઓ માટે બીએસઇ એસએમઇ એક્સચેન્જ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. કંપનીએ ઓગસ્ટ 2024માં બીએસઇ એસએમઇ સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું હતું. કંપની નવી માહિતી સાથે અપડેટેડ આરએચપી ફાઇલ કરવાની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની આશા રાખે છે.
અમદાવાદમાં મુખ્યાલય ધરાવતી કંપની ઓફરમાંથી આશરે રૂ. 150-160 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 27,90,000 ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 20,00,000 ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે. આઇએસકે એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર અને બિગશેર સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.
આરપીએસએલ ઇપીસી (એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટના બિઝનેસમાં કાર્યરત છે તથા પાવર ટ્રાન્સમીશન અને ડિસ્ટ્રિબ્યુશન યુટિલિટી, પીએસયુ, ખાનગી કંપનીઓને સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીની વૈવિધ્યસભર સેવાઓમાં EHV/HV/LV અન્ડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક્સ, ઇએચવી સબસ્ટેશન તથા ઓએન્ડએમ પ્રવૃત્તિઓ વગેરે સામેલ છે.