રાજસ્થાનના ભરતપુરમાં ગિરિરાજજીના દર્શન કરવા જતાં અકસ્માત નડ્યો
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કાર એક્સિડન્ટમાં માંડ માંડ બચ્યાં છે. હજુ તો સીએમ તરીકે શપથ લીધાનું અઠવાડિયું પણ થયું નથી ત્યાં તેમને અપશુકન થયાં હતા. રાજસ્થાનના ભરતપુરમાં ગિરિરાજજીના દર્શન કરવા જતાં આ અકસ્માત થયો હતો. તેમની કાર રસ્તા પરથી ઉતરીને નાળામાં પડી હતી. જાે કે, ભજનલાલ શર્મા આ અકસ્માતમાંથી બચી ગયો હતો અને તેને અન્ય વાહનમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી બન્યા બાદ ભજનલાલ મંગળવારે પહેલીવાર ભરતપુર પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયપુર અને ભરતપુર વચ્ચેના રસ્તા પર અનેક સ્થળોએ ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પુષ્પગુચ્છ આપીને તેમને હાર પહેરાવીને અર્પણ કરવામાં આવ્યા હતા. શર્મા માનપુરના પીપલકી ગામમાં એક ચાની દુકાન પર રોકાયા, પોતે ચા બનાવી અને ગરમ ચાની ચૂસકી લીધી. ભરતપુર જતી વખતે રસ્તામાં મોટી સંખ્યામાં લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. દરમિયાન નવી સરકારના રાજ્ય મંત્રીમંડળની રચનાને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભજનલાલ શર્મા હજુ તો ચાર દિવસ પહેલા એટલે કે ૧૫ ડિસેમ્બરે તો રાજસ્થાનના સીએમ પદના શપથ લીધાં હતા. ચાર દિવસમાં તેમને અપશુકન થયાં છે. ભજનલાલ શર્માનો મુખ્યમંત્રીનો શપથ સમારોહ ઐતિહાસિક આલ્બર્ટ હોલની બહાર યોજાયો હતો જેમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ભજનલાલ શર્માને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આ ઉપરાંત દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતા. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ૩૩ વર્ષ બાદ બ્રાહ્મણ સમુદાયનો વ્યક્તિ મુખ્યમંત્રી બન્યો છે. ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી ભાજપ માટે કામ કરી રહ્યા છે અને તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત હતા. ભાજપે તેમને પહેલીવાર જયપુરના સાંગાનેર જેવી સુરક્ષિત બેઠક પરથી ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા હતા. તેઓ પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બન્યા છે. આ વખતે ભાજપે તત્કાલીન સભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર જાહેર કર્યા હતા. સોમવારે સાંજે વરિષ્ઠ અધિકારીઓ સાથેની તેમની પ્રથમ બેઠકમાં, શર્માએ અધિકારીઓને આગામી ૧૦૦ દિવસ માટે કાર્ય યોજના તૈયાર કરવા જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે જે પણ યોજના બનાવવામાં આવે તે આવનારા ૨૫ વર્ષને ધ્યાનમાં રાખીને બનાવવી જાેઈએ. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિનો પુનરોચ્ચાર કર્યો હતો.
ક્યાંક તમે તો નકલી ઘી ખરીદીને ઘરે નથી લઈ જતાને?
પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી...
Read more