જયપુર : રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર હવે ચરમસીમા પર છે. આજે પ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજોરદાર રીતે સક્રિય રહ્યા હતા. રાજસ્થાનમાં ૨૦૦ વિધાનસભાની ચૂંટણી પૈકી ૧૯૯ પર હવે સાતમી ડિસેમ્બરના દિવસે મતદાન થનાર છે. ભાજપે એકબાજુ સતત બીજી વખત ચૂંટણી જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરી દીધુ છે. રાજસ્થાન અને તેલંગણામાં બુધવારના દિવસે મતદાન થનાર છે. બંને રાજ્યોમાં મતગણતરી ૧૧મી ડિસેમ્બરના દિવસે હાથ ધરવામાં આવનાર છે. ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે તમામ તાકાત લગાવી છે.
જ્યારે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી, અશોક ગહેલોત અને સચિન પાઇલોટે તમામ તાકાત લગાવી દીધી છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યુ છે કે મુખ્યપ્રધાન રાજેને છેલ્લા પાંચ વર્ષમાં સામાન્ય લોકો માટે સમય જ મળ્યો નથી. રાહુલે કહ્યુ છે કે જા કોંગ્રેસ સત્તામાં આવશે તો રાજ્યમાં ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ વિકસિત કરવામાં આવનાર છે. મોદી આજે બે રેલી કરનાર છે. જેમાં પહેલી પાલીના સુમેરપુર અને બીજી દૌસામાં રેલી કરનાર છે.
મોદીએ ચૂંટણી પ્રચારમાં તમામ તાકાત ઝીંકીને સ્થિતી ફરી એકવાર રોમાંચક બનાવી છે. ૧૦ દિવસ પહેલા સુધી ભાજપની હાલત કફોડી હતી. હવે પંડિતો કહી રહ્યા છે કે છેલ્લી ઘડીએ મોદીની એન્ટ્રીથી રાજકીય માહોલ ગરમ બન્યો છે. ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ આવી ગયો છે.રાજે સરકારથી રાજ્યના લોકો ખુબ નારાજ દેખાઇ રહ્યા હતા. કારણ કે રાજ્યમાં બેરોજગારીનો આંકડો સતત વધી રહ્યો છે. સ્થિતી હળવી બને તેવા સંકેતો દેખાઇ રહ્યા છે.