રાજસ્થાન : સટ્ટાબજારમાં ભાજપને હવે એડવાન્ટેજ

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નવી દિલ્હી :  રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજનાર છે ત્યારે હજુ સુધી કોંગ્રેસને ફેવરીટ ગણનાર સટ્ટાબજારમાં ફરી એકવાર સ્થિતી બદલાઇ રહી છે. રાજસ્થાનમાં કોણ કેટલી સીટો મેળવી જશે તેને લઇને ગણતરી વચ્ચે સટ્ટાબજારમાં હવે ભાજપને એડવાન્ટેજ આપવામાં આવ્યા છે. રાજ્યમાં મુખ્યપ્રધાન વસુન્ધરા રાજે સામે નારાજગી હોવાની વાત કરનાર સટ્ટા બજારમાં હવે પ્રવાહ બદલાઇ ગયો છે. હજુ સુધી કોંગ્રેસને ૧૨૫થી ૧૫૦ સીટો સટ્ટાબજારમાં આપવામાં આવી રહી હતી. હવે મતદાનના એક દિવસ પહેલા ચિત્ર બદલાઇ ગયુ છે.

હવે માત્ર રાજસ્થાનના સટ્ટા બજારમાં જ નહીં બલ્કે કોલકત્તા અને રાજકોટના સટ્ટાબજારમાં પણ ભાજપને તક આપવામાં આવી રહી છે. રાજસ્થાનમાં રાજકીય પંડિતો માની રહ્યા છે કે દસ દિવસ પહેલા ભાજપની સ્થિતી નબળી હતી પરંતુ હવે તેમને લાગે છે કે ભાજપની ગેમમાં વાપસી થઇ રહી છે. હવે સ્થિતી સટ્ટા બજારમાં પણ બદલાઇ રહી છે. પહેલા કોંગ્રેસને ૧૨૫થી ૧૩૦ સીટ આપવામાં આવી રહી હતી. હવે ભાજપને ૬૫-૭૦ સીટો મળી રહી છે. સાથે સાથે કોંગ્રેસને ૧૦૫-૧૧૦ સીટો મળી રહી છે.

પહેલા કોંગ્રેસને વધારે સીટ મળી રહી છે. મોદી ફરી એકવાર જાદુ જગાવશે કે કેમ તે અંગે તો મતગણતરીના દિવસે જ ચિત્ર સ્પષ્ટ થઇ શકશે. રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાને આને લઇને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તમામ સટ્ટાબજારમાં સ્પર્ધા તીવ્ર દર્શાવાઇ રહી છે.

Share This Article