રાજામૌલીએ અમદાવાદમાં શરુ કરી RRR ની શૂટિંગ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ડિરેક્ટર એસ.એસ.રાજમૌલિ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ આરઆરઆર’ પર કામ કરી રહ્યા છે. જુનિયર એનટીઆર અને રામચરણ અભિનીત આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ સામેલ છે.

હૈદરાબાદમાં પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું થઇ ગયું છે હવે ‘ આરઆરઆર’ની સ્ટાર કાસ્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર મા ફિલ્મ નું શૂટિંગ કરશે। ગુજરાત મા શૂટિંગ ના ૧૦ દિવસ ના શેડ્યૂલ માટે ટીમ વડોદરા પોહચી ગઈ છે  ત્યાં થી ટીમ અમદાવાદમાં ટીમનું શેડ્યૂલ પૂરું કરીને મહારાષ્ટ્ર ના પુણે શહેરમાં ૨૦ દિવસ માટે શુટિંગ કરશે.

સૂત્રોં અનુસાર – “એપ્રિલના મહિનામાં પેલા ગુજરાત અને પછી પુણેમાં સાઉથ અને બોલિવૂડના તમામ મોટા સ્ટાર્સ એક સાથે શૂટિંગ કરશે. આવું પેલી વાર થઇ રહ્યું છે કે મેગા સ્ટાર ફીલ્મ આટલા લાંબા સમય સુધી અમદાવાદ અને પુણેમાં શૂટિંગ કરશે.”

હાલમાં આલિયા ભટ્ટે ફિલ્મના વિશે કહ્યું કે  ‘હું આ શાનદાર કાસ્ટ અને ટીમ સાથેના સુંદર સફરની શરૂઆત કરવા જઈ રહી છું પરંતુ હવે મારાથી રાહ નથી જોવાઈ રહી. રાજામૌલી સર થેંક્યુ, મને તમારા ડાયરેક્શનમાં કામ કરવાનો ચાન્સ આપવા માટે.

Share This Article