રાજામૌલીએ બનાવી ત્રિપુટી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બાહુબલીની દમદાર સફળતા બાદ પ્રભાસ, રાણા દગ્ગુબાટી, અનુષ્કા શેટ્ટી અને ફિલ્મના ડિરેક્ટર રાજામૌલી દુનિયામાં છવાઇ ગયા હતા. ખૂબ જ મોટા બજેટ સાથે બનેલી ફિલ્મ બાહુબલીની અદભૂત સફળતા પછી, રાજામૌલી ફરી એક નવી ફિલ્મ લઇને આવી રહ્યા છે, જેનું બજેટ 300 કરોડ છે.

રાજામૌલીએ તેની આગામી ફિલ્મની જાહેરાત પોતે જ કરી છે અને હેશટેગ #RRR પણ આપ્યુ છે. આ ત્રણ R નો મતલબ થાય છે રાજામૌલી, રામ ચરણ અને રામા રાવ જુનિયર. જીહાં, રાજામૌલીની આગામી ફિલ્મમાં લીડ રોલમાં રામ ચરણ તેજા અને જુનિયર એન.ટી.આર હશે. આ ફિલ્મ એક સામાન્ય ફિચર ફિલ્મ જ હશે. તે ફિલ્મનું પ્રિ-પ્રોડક્શન શરૂ થઇ ગયું છે.

બાહુબલી બન્યા પછી રાજામૌલી સાથે કામ કરવું એક સૌભાગ્યની વાત છે. રામ ચરણ હાલમાં તેની ફિલ્મ રંગસ્થલમની સફળતાનો સ્વાદ માણી રહ્યો છે. રામની ફિલ્મ રંગસ્થલમે આખા વિશ્વમાં અદભૂત સફળતા મેળવી છે. તે ફિલ્મમાં 1885ના સમયની વાર્તા બતાવવામાં આવી છે. જ્યારે જુનિયર એન.ટી.આર ત્રિવિક્રમ શ્રીનિવાસ નામની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. હવે રાજામૌલી સાથેની આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તેની જાણ હજૂ થઇ શકી નથી.

Share This Article