વલસાડઃ વલસાડ જિલ્લામાં ૧૦ જુલાઇના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૦ મી.મી., પારડી તાલુકામાં ૦૨ મી.મી., વાપી તાલુકામાં ૧૨ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૨૦ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૩ મી.મી. અને કપરાડા તાલુકામાં ૧૩ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.
મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૮૨૫ મી.મી., પારડી તાલુકામાં ૭૫૨ મી.મી., વાપી તાલુકામાં ૯૨૨ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૫૪૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૭૪૮ મી.મી. અને કપરાડા તાલુકામાં ૮૧૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યાકરે તા.૧૦મી જુલાઇ, ૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ થી ૪-૦૦ વાગ્યાર સુધીમાં વલસાડ તાલુકામાં ૨૩ મી.મી., પારડી તાલુકામાં ૨૧ મી.મી., વાપી તાલુકામાં ૨૭ મી.મી., ઉમરગામ તાલુકામાં ૭૧ મી.મી., ધરમપુર તાલુકામાં ૦૪ મી.મી. અને કપરાડા તાલુકામાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો છે.