રાજપીપળાઃ નર્મદા જિલ્લામાં ૭ મી જુલાઇ, ૨૦૧૮ ને શનિવારના રોજ સવારના ૬ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાગબારા તાલુકામાં- ૧૪૩ મિ.મિ., દેડીયાપાડા તાલુકામાં- ૫૭ મિ.મિ., તિલકવાડા તાલુકામાં- ૩૧ મિ.મિ., નાંદોદ તાલુકામાં- ૧૦ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં ૨ મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
નર્મદા જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની પરિસ્થિતિ જોઇએ તો સાગબારા તાલુકો- ૩૧૪ મિ.મિ. વરસાદ સાથે પ્રથમ સ્થાને, દેડીયાપાડા તાલુકો- ૧૯૨ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો- ૧૬૯ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો- ૧૧૨ મિ.મિ. સાથે ચતુર્થ સ્થાને અને તિલકવાડા તાલુકો- ૧૦૬ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.
નર્મદા જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૦૮.૮૭ મીટર, કરજણ ડેમ- ૯૯.૭૪ મીટર, કાકડીંઆંબા ડેમ- ૧૮૧.૫૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૩.૮૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.