સિડની : ચાઈનામેન સ્પીનર કુલદીપ યાદવની શાનદાર બોલિંગના પરિણામ સ્વરુપે સિડની ટેસ્ટ મેચમાં ભારતે પોતાની સ્થિતિ મજબૂત બનાવી લીધી છે. આજે ચોથી અને અંતિમ ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રથમ ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૦૦ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે ઓસ્ટ્રેલિયાને ફોલોઓનની ફરજ પાડી હતી. ખરાબ હવામાન અને વરસાદી માહોલ વચ્ચે ચોથા દિવસે રમત વહેલીતકે બંધ કરી દેવામાં આવી છે. વરસાદ વિલન બનવાની સાથે સાથે નીચે મુજબ છે.
- સિડની ટેસ્ટ મેચમાં સતત બીજા દિવસે વરસાદ વિલન બનતા ભારતની જીત ઉપર પાણી ફરી વળે તેવી પ્રબળ સંભાવના
- આવતીકાલે પાંચમાં અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાની સમગ્ર ટીમને આઉટ કરવાની ભારત સામે મુશ્કેલ બાબત રહી શકે છે
- ખરાબ હવામાન અને વરસાદ આવતીકાલે પણ વિલન બની શકે
- ભારતે પ્રથમ દાવમાં જંગી જુમલો ખડક્યા બાદ ઓસ્ટ્રેલિયાને બેટિંગની તક આપતા ભારતે તક ગુમાવી હોવાની પણ નિષ્ણાતોમાં ચર્ચા
- ચોથા દિવસે સવારના સત્રમાં ખરાબ હવામાનના લીધે રમત શક્ય ન બની
- સવારમાં ૧૦ વાગ્યાના બદલે સ્થાનિક સમય મુજબ ૧૧ વાગે મેચ શરૂ કરવાનો નિર્ણય કરાયો હોવા છતાં ફરી વરસાદ થયો
- ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથા દિવસે પોતાના છ વિકેટે ૨૩૬ રનના સ્કોરમાં કોઇ વધારે રન ઉમેર્યા વગર ઓલઆઉટ થઇ ગઇ
- વરસાદ અને ખરાબ રોશની વચ્ચે હાલત કફોડી રહેતા આખરે રમત બંધ કરી દેવાઈ
- ચાઈનામેન કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયાની જમીન પર પ્રથમ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપી
- ઓસ્ટ્રેલિયાને ૨૦૦૫ બાદ પ્રથમ વખત ફોલોઓનની ફરજ પડી
- ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાની ટીમ ૧૯૮૮ બાદ પ્રથમ વખત ફોલોઓનની ફરજ પડી
- ભારતે પ્રથમ ટેસ્ટ મેચમાં એડિલેડ ખાતે જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ટેસ્ટમાં પર્થમાં જીત મેળવી હતી જ્યારે ત્રીજી ટેસ્ટમાં મેલબોર્નમાં ભારતે જીત મેળવી હતી