વલસાડ જિલ્લાનો વરસાદ: ઉમરગામ તાલુકામાં મોસમનો કુલ વરસાદ ૧૬૫૧ મી.મી.

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

વલસાડ: વલસાડ જિલ્લામાં ૧૧ જુલાઇના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૧૨૬ મી.મી., પારડી તાલુકામાં ૮૪ મી.મી., વાપી તાલુકામાં ૯૬ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૦૯ મી.મી., ધરમપુર તાલુકામાં ૭૦ મી.મી. અને કપરાડા તાલુકામાં ૯૫ મી.મી. વરસાદ છે.

મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૯૫૧ મી.મી., પારડી તાલુકામાં ૮૩૬ મી.મી., વાપી તાલુકામાં ૧૦૧૮ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૬૫૧ મી.મી., ધરમપુર તાલુકામાં ૮૧૮ મી.મી. અને કપરાડા તાલુકામાં ૯૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્‍યારે ૧૧મી જુલાઇ, ૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ થી ૪-૦૦ વાગ્‍યા સુધીમાં વલસાડ તાલુકામાં ૫૮ મી.મી., પારડી તાલુકામાં ૬૪ મી.મી., વાપી તાલુકામાં ૩૩ મી.મી., ઉમરગામ તાલુકામાં ૦૪ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૦૨ મી.મી. અને કપરાડા તાલુકામાં ૭૩ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે.

Share This Article