અમદાવાદ: એકબાજુ મહત્તમતાપમાનમાં ફરી એકવાર વધારો થયો છે. આજે ભુજમાં પારો ૪૧ રહ્યો હતો અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૦ રહ્યો હતો ત્યારે કેટલાક ભાગોમાં વરસાદ પણ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહ્યો હતો. બીજી બાજુ ઉત્તરગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઇ વરસાદ થયો ન હતો. દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવાના વિવિધ ભાગોમાં વરસાદ પડ્યો હતો. પ્રવાસી સ્થળ ગણાતા સાપુતારામાં પણ વરસાદ થયો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મોનસુનની સિઝન પૂર્ણ થઇ રહી છે ત્યારે તાપમાનમાં ફરી એકવાર વધારો નોંધાતા હવામાન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે. ભુજમાં પારો આજે સતત બીજા દિવસે ૪૧ રહ્યો હતો. વરસાદ વચ્ચે ગરમીનો પ્રકોપ રહ્યો છે.
રાજ્યમાં મોનસુનની વિદાય થયા બાદ હવે ગરમીનો પ્રકોપ જાવા મળી રહ્યો છે. કચ્છના ભુજમાં આજે મંગળવારના દિવસે પણ મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હતું જે રાજ્યમાં સૌથી વધારે છે. અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન ૩૭.૧ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં સોમવારના દિવસે પારો ૩૭.૨ ડિગ્રી રહ્યો હતો. હવામાન વિભાગનું કહેવું છે કે, બુધવારથી લઇને છઠ્ઠી સુધીના ગાળા દરમિયાન વરસાદ થઇ શકે છે. છઠ્ઠી સુધી દક્ષિણ ગુજરાત અને અન્ય કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છેકે, લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારે ફેરફારની સ્થિતિ જાવા મળનાર નથી. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
બીજી બાજુ અન્યત્ર વરસાદની કોઇ શક્યતા દેખાઈ રહી નથી. વરસાદ વચ્ચે ગરમીના પ્રકોપમાં ફરી એકવાર વધારો થયો છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવા ઉપરાંત ધરમપુરમાં પણ વરસાદ પડ્યો છે. વલસાડમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. સુરત નજીકના વિસ્તારોમાં પણ વરસાદ થયો હોવાના અહેવાલ મળ્યા છે. આ વર્ષે નોર્મલ કરતા ઓછો વરસાદ રહ્યો છે. જા કે, દેશના ૨૫૧ જિલ્લામાં દુષ્કાળનું સંકટ છે. દેશમાં વરસાદી સિઝન પહેલી જૂન ૨૦૧૮ના દિવસે મોનસુનની શરૂઆત થયા બાદથી ૧૧૭ દિવસ સુધી રહી છે જેમાં લોંગ ટર્મ એવરેજના માઇનસ નવ ટકા વરસાદ રહ્યો છે.
આઈએંમડી દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા બાદ સ્થિતિમાં સુધારો થયો છે. ૧૯મી સપ્ટેમ્બર સુધી આ આંકડો માઇનસ ૧૦ ટકાનો રહ્યો હતો. દક્ષિણ પશ્ચિમ મોનસુન ભારતમાં વાર્ષિક વરસાદના ૭૦ ટકાની આસપાસ છે અને કૃષિ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે. આઈએમડી દ્વારા જુદા જુદા વર્ગમાં મોનસુની વરસાદને વિભાજિત કરે છે. ઓછા વરસાદને અછત તરીકે ગણવામાં આવે છે. જ્યારે લોંગ ટર્મ એવરેજ કરતા ૨૦-૫૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તેને ઓછા વરસાદ તરીકે ગણવામાં આવે છે જ્યારે ૬૦-૯૯ ટકા ઓછો વરસાદ પડે ત્યારે તીવ્ર અછત તરીકે ગણવામાં આવે છે. ૨૫૧ જિલ્લાઓમાં આશરે ૩૭ ટકા ઓછો વરસાદ રહ્યો છે જેથી તીવ્ર અછતની સ્થિતિ તેને ગણી શકાય છે. બીજી બાજુ ગુજરાતમાં માઇનસ ૨૭ ટકા જેટલો ઓછો વરસાદ રહ્યો છે. ગુજરાતમાં હજુ પણ ૨૨ જિલ્લામાં ઓછો વરસાદ નોંધાયો છે.