અમદાવાદ શહેરમાં ગઇ મોડી રાત્રે એક વાગ્યાથી બે-અઢી વાગ્યાન વચ્ચે પ્રચંડ વાવાઝોડા અને ભારે ગાજવીજ અને વીજળીના કડાકાભડાકાઓ સાથે જબરદસ્ત વરસાદ તૂટી પડતાં શહેરભરમાં જાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. પૂર્વ હોય કે પશ્ચિમ શહેરના મોટાભાગના તમામ વિસ્તારો પાણીમાં જળબંબાકારમય બન્યા હતા. જો કે, વહેલી સવાર સુધીમાં પાણી ઓસરી જતાં નાગરિકોની સાથે સાથે અમ્યુકો તંત્રએ પણ રાહત અનુભવી હતી પરંતુ રાત્રિના પ્રંચડ વાવાઝોડા સાથેના વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં તારાજી અને નુકસાની પણ સર્જી હતી.
અમદાવાદ શહેરમાં વિવિધ ઝોનમાં અલગ અલગ વિસ્તારોમાં ૨૦૦થી વધુ વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી હતી. તો, કેટલાક વિસ્તારોમાં મોટા મોટા હો‹ડગ્સ, છાપરાઓ અને અન્ય પાટિયા-બોર્ડ ફંગોળાયા હોવાના બનાવો પણ નોંધાયા હતા. માત્ર એક-દોઢ કલાકના ભારેથી અતિ ભારે વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રનો પ્રિ-મોન્સુન એકશન પ્લાન ધોવાઇ ગયો હતો કારણ કે, મોટાભાગના તમામ વિસ્તારોમાં પાણીમાં ગરકાવ બન્યા હતા.
તો, નિર્ણયનગર ગરનાળા, તમામ અંડરપાસમાં પણ ભારે પાણી ભરાઇ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં ગટરના પાણ બેક મારતા હતા. ઓઢવ, વ†ાલ, બાપુનગર સહિતના કેટલાય વિસ્તારોમાં અનેક ભુવા અને ખાડાઓ પડવાની ઘટનાઓ સામે આવી હતી. આમ ચોતરફ જોઇએ તો, અમ્યુકો તંત્રનો પ્રિ-મોન્સુન પ્લાન જાણે કે ધોવાઇ ગયો હતો. અમદાવાદ શહેરમાં સરેરાઢ દોઢથી બે ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો, જેમાં ઓઢવ, વ†ાલ સહિતના કેટલાક વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. આ સાથે જ અમદાવાદ શહેરમાં મોસમનો કુલ વરસાદ ચાર ઇંચથી વધુ નોંધાઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બંગાળનું લો પ્રેશર વરસાદી વાદળો લઈને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તેને પગલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. તો, અમદાવાદ શહેરમાં તા.૨૬થી ૨૮ જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા સેવાઇ છે. ગઇકાલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં બફારા અને ઉકળાટની પરિસ્થિતિ વચ્ચે નાગરિકો કંટાળ્યા હતા ત્યારે મોડી રાત્રે શહેરના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને મધરાત્રે એકાદ વાગ્યાની આસપાસ જોરદાર ભારે ગાજવીજ સાથે પ્રચંડ વાવાઝોડું ફુંકાવાની શરૂઆત થઇ ગઇ હતી અને સાથે જ ધોધમાર તોફાની પવન સાથે વરસાદ શહેરભરમાં તૂટી પડયો હતો. પવનનું જોર અને તીવ્રતા એટલી હતી કે, શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશયી થવાની ઘટનાઓ નોંધાઇ હતી.
તો, શહેરમાં લગાવાયેલા મોટા હો‹ડગ્સ, જાહેરાતાનો પાટિયા,બોર્ડ અને છાપરાઓ પણ ઉડી ગયા હતા અને રસ્તાઓ પર પડયા હતા. દોઢ-બે કલાકના પ્રચંડ વાવાઝોડાના સાથેના ભારેથી અતિ ભારે વરસાદે જાણે કે, અમદાવાદ શહેરને ઘમરોળી નાંખ્યું હતું. જબરદસ્ત વરસાદના કારણે શહેરના પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના તમામ વિસ્તારોમાં જોરદાર પાણી ભરાઇ ગયા હતા. શહેરના એસ.જી હાઇવે, નવરંગપુરા, નારણપુરા, સેટેલાઇ, વ†ાપુર, ગુરૂકુળ, મેમનગર, સોલા રોડ, વાસણા, જીવરાજપાર્ક, પાલડી, એલિસબ્રીજ, મોટેરા, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ, થલતેજ, સરખેજ, નારોલ, સીટીએમ, બાપુનગર, ઓઢવ, વ†ાલ, રામોલ, નિકોલ સહિતના તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા, જેને લઇ ચારેબાજુ જાણે કે, જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. અતિ ભારે પવનથી બોપલ, ઘુમા અને ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. શહેરમાં પ્રચંડ વાવાઝોડા અને તોફાની વરસાદના કારણે ૧૦૦થી વધુ વૃક્ષો ધરાશયી થઇ ગયા હતા.બીજી બાજુ અમદાવાદ શહેરમાં તાપમાન ૩૩.૫ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ અકબંધ રહી શકે છે.