અમદાવાદ: અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ મોડી સાંજે હળવો વરસાદ થયો હતો. વાવાઝોડા સાથે વરસાદના લીધે વૃક્ષો પણ પડ્યા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વરસાદ થયો હતો જેમાં બાપુનગર, રખિયાલ, નરોડા, હાટકેશ્વર, ગોમતીપુરનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પવન સાથે સાંજે વરસાદ થયો હતો. બીજી બાજુ શહેરના દિલ્હી દરવાજા, પ્રેમદરવાજા વિસ્તારમાં પણ વરસાદ થયો હતો. હળવા વરસાદી છાંટાના લીધે પણ ઉત્તેજના ફેલાઈ હતી. બીજી બાજુ અમદાવાદ શહેરમાં તાપમાન ૩૭.૧ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી રહ્યું હતું.
આજે પણ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. જા કે, અમદાવાદમાં રહેતા લોકો બફારા વચ્ચે મોનસુનની વિદાય વેળા પણ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના ગાળામાં તીવ્ર ગરમી પણ અનુભવાઈ રહી છે. પાટનગર ગાંધીનગરમાં આજે પારો ૩૪.૨ ડિગ્રી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં આ વર્ષે ખુબ ઓછો વરસાદ નોંધાયો છે. જેથી તંત્રમાં ચિંતા પ્રવર્તી રહી છે. જા કે, પાણીના જથ્થામાં લોકોમાં કોઇ કાપ ન મુકાતા હજુ કોઇ વિવાદ થયો નથી.