અમદાવાદ : અમદાવાદ શહેરમાં મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદે સમગ્ર અમદાવાદ શહેરનુ ધમરોળી નાંખ્યુ છે. ગઇકાલે સાંજે ધીમી ગતિથી વરસાદ શરૂ થયા બાદ મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ ભારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે હાલત કફોડી બની હતી. શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણિપ અને ચાંદખેડા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા. જનજીવન સંપૂર્ણપણે ઠપ થઇ ગયુ હતુ
- અમદાવાદ શહેર ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયુ
- ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણ સુધીના પાણી ભરાયા
- કોર્પોરેશનની જોરદાર કામગીરીના કારણે સ્થિતી વધારે સમય સુધી ખોરવાયેલી ન રહી
- શહેરના હાટકેશ્વર, બોપલ, મણિનગર, નારોલ, ગોતા, રાણિપ અને ચાંદખેડા સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ઘુટણ સુધીના પાણી ભરાઇ ગયા હતા
- પાણી ભરાઇ જવાના કારણે સવારમાં લોકો અટવાયા હતા. મોટા ભાગની સ્કુલોમાં બાળકો પુરતી સંખ્યામાં પહોંચી શક્યા ન હતા
- વરસાદ વચ્ચે પાણી ભરાઇ જવાના કારણે નીચાણવાળા વિસ્તારોમાં તો રસ્તાઓને બંધ કરવાની ફરજ પડી હતી
- દક્ષિણ બોપલમાં આવેલા ક્લબ સાત રોડ પર નિસર્ગ સોસાયટીમાં દિવાલ ધરાશાયી થતા ચાર લોકો દટાયા હતા. બનાવ અંગે જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ટીમ તરત જ પહોંચી હતી.
- ઘાયલોને હોસ્પિટિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી બેના મોત થયા હતા.
- શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા
- શાહીબાગ , ઉસ્માનપુરા, અખબારનગર, અને પરિમલ ગાર્ડન અંડરબ્રિજને બંધ કરવામાં આવ્યા હતા. પાણી ભરાઇ જવાના કારણે અંડરપાસ બંધ કરવામા આવ્યા હતા
- શહેરના મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા
- ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં વધુ પાણી ભરાયેલા હોવાની ફરિયાદો સામે આવી હતી. તો, બાપુનગર ઇન્ડિયા કોલોની ખાતે તો વરસાદી પાણીમાં કેમીકલયુકત પાણી માર્ગો પર જાવા મળતાં સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળતો હતા