રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭ તાલુકામાં વરસાદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭ તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર બે તાલુકા ધોળકા અને ધનસુરામાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૭ તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. રાજ્યના માત્ર બે તાલુકા ધોળકા અને ધનસુરામાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા ૧૩થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પારબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની ગતિ ધીમી પડી છે. જેમાં રાજ્યમાં કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં. તેમાં રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાની સંભાવના છે. વરસાદ ન હોવાથી ગરમીમાં વધારો થયો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી આપી છે. ધીરે ધીરે હવે વરસાદીની ગતિ ધીમી પડશે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે.રાજ્યમાં હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે રાજયમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે,જેના કારણે શહેરીજનોને ગરમીના બફારાનો માર સહન કરવો પડી રહ્યો છે.

Share This Article