હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એક વાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી ૪ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ લો પ્રેશરમાં બદલાતા ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યો છે. તો આજે બનાસકાંઠા, પાટણ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે ખેડા, અમદાવાદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૯ સપ્ટેમ્બરે મહેસાણા ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૦ સપ્ટેમ્બરે જામનગર દ્વારકામાં ભારે વરસાદ જ્યારે કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા ૪ દિવસ માટે ફિશરમેન વોર્નિંગ જાહેર કરાઈ છે. રાજ્યમાં ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્યપ્રદેશની લો પ્રેશર સિસ્ટમને પગલે રાજ્યમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો હવામાન વિભાગે રાજ્યના ૫ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે રાજ્યના ૬ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા, આણંદ, અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તો ગુજરાતના ૮ જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.