જૂનાગઢ : નવરાત્રિના છેલ્લા નોરતે ધોધમાર વરસાદ વરસશે તેમ જણાઈ રહ્યું છે. ગુજરાતમાં હવામાન વિભાગે ચોમાસાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 10 મીમી, જૂનાગઢમાં 2.4 મીમી, ગીર સોમનાથમાં 2 મીમી, નવસારી 8 મીમી, ડાંગ 2 મીમી, વલસાડ 15 મીમી, દમણમાં 12 મીમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જીલ્લાના કેશોદમાં છુટોછવાયો વરસાદ પડ્યો હતો. નવરાત્રિના છેલ્લા નોરતે ધમધોકાર વરસાદ વરસશે તેમ જણાઈ રહ્યું છે.
ગુજરાતમાં નવરાત્રિ પૂરી થાય તે પહેલા વરસાદ આવશે. 7 થી 12 ઓક્ટોબર વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં કેટલાય સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. વાવાઝોડું ફૂકાય તેવી શક્યતા પણ છે. ગુજરાતના અનેક ભાગોમાંથી વરસાદ ગાયબ થઈ રહ્યો છે. ચોમાસાની વિદાય અને ગુજરાત પર આવવાના વાવાઝોડાના સંકટ વિશે આગાહી કરવામાં આવી છે. પરેશ ગોસ્વામીએ ચોમાસાની વિદાય અંગે મોટા અપડેટ આપ્યા કે, હજી ચોમાસું ગયુ નથી, હજી તો વરસાદ આવશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું કે, આ વખતનું ચોમાસું લાંબુ છે. ગુજરાતના કેટલાક ભાગોમાં હજી ચોમાસું સક્રિય છે. હજુ પણ સાત-આઠ તારીખની આસપાસ છૂટાછવાયા સામાન્ય વરસાદી ઝાપટાંની શક્યતા છે. ગુજરાતમાં સિઝનનો 30 ટકા વધુ વરસાદ વરસ્યો છે.