રેલમંત્રીની જાહેરાત, સીનિયર સિટીજન્સને ભાડામાં આટલી છૂટ મળશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરો માટે મોટી ખુશખબર આવી છે. સીનિયર સિટીજન્સ ને મળતી છૂટને લઈને રેલમંત્રીએ મોટી જાણકારી આપી છે. રેલવે વરિષ્ઠ નાગરિકોને મળતી છૂટ ને ચાલૂ કરવા જઈ રહી છે. તેની સાથે જ પાત્રતા માપદંડમાં પણ ફેરફાર કરવાની વાત ચાલી રહી છે. મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, રેલવે બોર્ડ સીનિયર સિટીજન્સ માટે ઉંમર મર્યાદામાં ફેરફાર કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ઉપરાંત ટિકિટ પર મળતી રાહતને ફક્ત અમુક કેટેગરી માટે જ મર્યાદિત રાખવામાં આવશે. તો વળી પહેલાની વાત કરીએ તો, પહેલા તમામ કેટેગરીના લોકોને છૂટ મળતી હતી. રેલવે બોર્ડે જણાવ્યું છે કે, તે વરિષ્ઠ નાગરિકોને છૂટ આપવાનો પ્લાન બનાવી રહ્યું છે, જેમાં વરિષ્ઠ નાગરિકો માટે સબ્સિડી ચાલુ રાખતા આ છૂટનો ખર્ચો ઘટાડવા પર વિચાર કરી રહ્યા છે. હાલમાં કોઈ પણ નિયમ અને શરતો નક્કી નથી કર્યા. રેલ મંત્રાલય તરફથી મળતી જાણકારી અનુસાર, ટ્રેનમાં મુસાફરી કરનારા નાગરિકોને ભાડા પર લગભગ ૫૩ ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે, તેની સાથે જ દિવ્યાંગજન, વિદ્યાર્થીઓ અને દર્દીઓને આ છૂટ ઉપરાંત અન્ય કેટલીય રાહતો મળે છે.

Share This Article