સામાન્ય બજેટની સાથે મર્જ કરવામાં આવ્યા બાદ આવતીકાલે સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટ પર રજૂ કરવામાં આવનાર છે.સામાન્ય બજેટના એક હિસ્સા તરીકે તેને રજૂ કરવામાં આવનાર છે. રેલવે બજેટને લઇને પણ રેલવે યાત્રીઓ ઉત્સુક દેખાઇ રહ્યા છે. બજેટમાં તેમના માટે શુ રહેશે તે બાબત પણ ચર્ચા છે. બજેટમાં નવી હાઇ સ્પીડ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી શકે છે. ટ્રેક ઉપર રેલવેને મુકવા માટે ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. કેપેક્ષમાં ૯૨ ટકા વાર્ષિક વધારો દર્શાવવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે મંત્રાલય માટે મૂડી ખર્ચને ૨૦૩૨ સુધી સતત વધારવા માંગે છે. રેલવેના આધુનિકીકરણ કેપેસિટી ક્ષમતા ઉપર વધારે ખર્ચ કરવામાં આવશે. સરેરાશ વાર્ષિક રોકાણને પણ વધારવામાં આવનાર છે.
લાંબા ગાળાના રોકાણમા વિઝન ૨૦૩૦ની આધુનિકીકરણ યોજના અને ૫.૫૬ ટ્રિલિયન રૂપિયાના રોકાણ ટાર્ગેટનો સમાવેશ થાય છે. પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ૨૦૧૪-૧૫માં રોકાણ ટાર્ગેટની શરૂઆત કરી હતી. કેપેસિટીને વધારવા અને આધુનિકીકરણની યોજનાને પહોંચી વળવા માટે ૨૦૩૨ સુધી ભારતીય રેલવેને ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની જરૂર દેખાઈ રહી છે. પિયુષ ગોયેલના નેતૃત્વમાં રેલવે દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે. આગામી વર્ષોમાં દર વર્ષે૪૦૦૦ કિમીની વિજળીકરણની સિદ્ધિ હાસલ કરવામાં આવનાર છે. ૨૦૧૫-૧૬ દરમિયાન રેલવે માટે કેપેક્ષનો આંકડો ૯૩૫.૨ અબજ રૂપિયાનો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૧.૨૧ ટ્રિલિયન રૂપિયાનો હતો. હાલના વર્ષોમાં ઉલ્લેખનીય વધારો તેમાં થયો છે. નવેસરના પ્લાન મુજબ રેલવે નૂરની હિસ્સેદારી ૩૩ ટકાથી વધીને ૪૭ ટકા સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત રેલવે દ્વારા પેસેન્જર ટ્રેનોના મામલે ૩.૩ ટ્રિલિયન પીકેએમને કરવાની પણ યોજના છે. રેલવે દ્વારા આધુનિકીકરણ માટે જે પહેલ કરાઈ છે જેના ભાગરુપે ૨૦૩૨ સુધી ૩૫૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ રેલવે કરશે.
ડબલિંગની વાત કરવામાં આવે તો ૧૦૦૦૦ કિમી છે. રેલવે ઇલેક્ટ્રીફિકેશનનો આંકડો ૧૫૦૦૦ કિલોમીટરનો છે. સંપત્તિ વધારવાની દિશામાં સંશાધનો વધારવામાં આવશે. બજેટમાં યુરોપિયન ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (ઇટીસીએસ) ટેકનોલોજીના અમલીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આના પરિણામ સ્વરુપે દેશને અને રેલવે પર ૬૦૦ અબજ રૂપિયાનો બોજ પડશે. રેલવે સ્ટેશનોના કોમર્શિયલ આધુનિકીકરણ માટે એક ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરાઈ છે.નાણામંત્રી સામાન્ય બજેટ સાથે રેલવે બજેટ પણ રજૂ કરશે. રેલવે બજેટમાં સેફ્ટી, ઇન્ફ્રા ડેવલપમેન્ટ ઉપર મુખ્ય ભારત મુકવામાં આવશે. રેલવેમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરી રહ્યા છે. આવી સ્થિતીમાં સુરક્ષા પાસા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે.
યાત્રીઓની સુવિધા પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુચના પણ અપાઇ છે. રેલવે બજેટમાં મહિલા સુરક્ષાની બાબત પણ પડકાર રૂપ રહી શકે છે. દુર્ઘટનાને રોકવા માટેની બાબત પડકારરૂપ છે. ટ્રેનોના સમયમાં સંચાલનને વ્યવÂસ્થત કરવાની બાબત પડકારરૂપ રહેશે. આ વખતે બજેટમાં કેટલાક પડકારો રહેલી છે. ખાસ કરીને યાત્રી સુરક્ષાની બાબત સર્વોચ્ચ રહેનાર છે. રેલવે દુર્ઘટનાને રોકવા માટે જુદા જુદા પગલા લેવામાં આવનાર છે. છેલ્લા વચગાળાના બજેટમાં ૧.૫૮ લાખ કરોડ રૂપિયા બજેટમાં ફાળવી દેવામાં આવ્યા હતા. જે પૈકી યાત્રીઓની સુરક્ષા માટે ૩૪૨૨.૫૭ કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા હતા. વચગાળાના બજેટની વાત કરવામાં આવે તો જુની લાઇનને વ્યવÂસ્થત કરવા માટે ૧૦૧૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. ૪૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી રેલવે અંડરબ્રીજ માટે આપવામાં આવ્યા હતા.