દેશમાં રેલ નેટવર્કને મજબૂત કરવા પર સરકારની ધ્યેયને ધ્યનામાં રાખી સામાન્ય બજેટ ૨૦૧૮-૧૯ના આ મંત્રાલય માટેની ફાળવણીમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ આજે સંસદમાં બજેટ રજૂ કરતાં જણાવ્યું કે ૨૦૧૮-૧૯ માટે રેલવેના મૂડી ખર્ચને વધારીને ૧,૪૮,૫૨૮ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. તેમાંથી મોટો ભાગ ક્ષમતાના સર્જન પર ખર્ચ કરવામાં આવશે. ૧૮,૦૦૦ કિલોમીટરના બીજી-ત્રીજી-ચોથી લાઇનનું નિર્માણ કાર્ય અને ૫૦૦૦ કિલોમીટરના ગેજ પરિવર્તનથી ક્ષમતામાં વૃદ્ધિ થશે અને લગભગ સમગ્ર નેટવર્કને બ્રોડ ગેજમાં બદલી નાંખવામાં આવશે. ૨૦૧૭-૧૮ દરમિયાન વિદ્યુતીકરણ માટે ૪૦૦૦ કિલોમીટરનું રેલવે નેટવર્ક ચાલૂ થઇ જશે.
નાણા મંત્રી અરૂણ જેટલીએ ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૨૦૦૦ વેગન, ૫૧૬૦ કોચ અ લગભગ ૭૦૦ લોકોમેટિવની ખરીદદારીની જાહેરાત કરી છે.
બેંગલુરૂમાં મહાનગરીય વિકાસની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે ૧૭૦૦૦ કરોડ રૂપિયાનો અનુમાનિત ખર્ચ લગભગ ૧૬૦ કિલોમીટર ઉપનગરીય નેટવરેકની યોજના બનાવવામાં આવી રહી છે.
ભારતની પ્રથમ હાઇ સ્પીડ રેલ પરિયોજના મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનની આધારશિલા ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૭માં રાખવામાં આવી. હાઇ સ્પીડ રેલ પરિયોજના માટે આવશ્યક શ્રમબળને પ્રશિક્ષિત કરવા માટે વડોદરામાં એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે.