નવી દિલ્હી-ભોપાલ : મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રાતુલ પુરી, અંગત સચિવ અને પૂર્વ પોલીસ અધિકારી પ્રવિણ કક્કર, સલાહકાર રહી ચુકેલા રાજેન્દ્રકુમાર અને ભાપોલના પ્રતિક જાશી તેમજ અશ્વિન શર્માના આવાસ ઉપર આવકવેરા વિભાગે આજે વહેલી પરોઢે વ્યાપક દરોડા પાડતા ખળભળાટ મચી ગયો હતો. દિલ્હીમાંથી આવેલા ૧૫થી વધારે આવકવેરા અધિકારીઓએ કક્કડના ઇન્દોર સ્થિત આવાસમાં તપાસ કરી હતી. ભોપાલમાં કમલનાથના કેટલાક નજીકના લોકોના આવાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા શોભા ઓઝા અને નરેન્દ્ર સલુજાને ત્યાં પણ આવકવેરા વિભાગની ટીમ પહોંચી હતી. આ દરોડા હવાલા મારફતે નાણાંની લેવડદેવડના સંદર્ભમાં પાડવામાં આવ્યા હતા.
દિલ્હી, ભોપાલ, ઇન્દોર અને ગોવા સહિત ૫૦થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની કાર્યવાહીમાં હજુ સુધી નવ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવી ચુક્યા છે. કાર્યવાહીમાં કલમનાથના ભત્રીજા રાતુલ પુરી, અમીરા અને મોજરબિયર કંપની પણ સામેલ છે. આવકવેરા વિભાગની ટીમે ઇન્દોરમાં મુખ્યમંત્રી કમલનાથના ઓએસડી પ્રવિણ કક્કડના આવાસ પર દરોડા પાડ્યા હતા.
વહેલી પરોઢે ત્રણ વાગે દિલ્હીથી આવેલા ૧૫થી વધુ અધિકારીઓની ટીમે સ્કીમ નંબર ૭૪ સ્થિત આવાસ ઉપર દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત વિજયનગર સ્થિત શો રુમ, બીએમસી હાઈટ્સ સ્થિત ઓફિસ, શાલીમાર ટાઉનશીપ, જલસા ગાર્ડન, ભોપાલ સ્થિત આવાસ શ્યામલા હિલ, પ્લેટિનમ પ્લાઝા સહિત અન્ય સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. સર્વિસ દરમિયાન અનેક પ્રકારની તપાસ ચાલી રહી હતી. દરોડા દરમિયાન ઘરમાંથી નવ કરોડ રૂપિયાની રોકડ રકમ કબજે કરવામાં આવી ચુકી છે. કલમનાથના ખુબ નજીકના લોકો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરોડાની કાર્યવાહીથી કોંગ્રેસ સરકાર પણ હચમચી ઉઠી છે.
દરોડાની કાર્યવાહી મધ્યપ્રદેશમાં પણ આવકવેરા વિભાગના અધિકારીઓને માહિતી ન હતી. દિલ્હીની ટીમે પ્રદેશ પોલીસની મદદની જગ્યાએ પ્રથમ વખત સીઆરપીએફ ટીમનો ઉપયોગ કર્યો હતો. સીઆરપીએફની ટીમમને છ ગાડીઓ સાથે દિલ્હીથી લઇને પહોંચી હતી. આવકવેરા વિભાગની ટીમ દિલ્હીથી ચોથી એપ્રિલના દિવસે ભોપાલ માટે રવાના થઇ હતી. દરોડા પાડવા માટે રજા ઉપર પહોંચેલા મહિલા કર્મીઓની રજા પણ કેન્સલ કરવામાં આવી હતી. કારમાંથી ડોલર મળી આવ્યા છે. પા‹કગમાં અશ્વિનની બે ડઝન કાર મળી આવી છે જેમાં અડધા ડઝન વિન્ટેજ કારો છે.