લોકસભાની ચૂંટણીમાં કેટલીક એવી હાઇ પ્રોફાઇલ અને હાઇવોલ્ટેજ સીટ રહેલી છે જેના પરિણામ પર તમામની નજર આ વખતે કેન્દ્રિત થઇ ગઇ છે. આવી સીટોમાં એક સીટ અમેઠી પણ છે. જ્યાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સ્મૃત ઇરાની વચ્ચે સતત બીજી વખત જંગ ખેલાનાર છે. વર્ષ ૨૦૧૪માં સ્મૃતિ ઇરાની રાહુલન સામે હારી ગઇ હતી પરંતુ ત્યારબાદ સ્મૃતિએ અહી તમામ તાકત લગાવી દીધી છે. જેથી આ વખતે પરિણામ શુ રહેશે તે અંગે તરત કોઇ રાજકીય પંડિત જવાબ આપવા માટે તૈયાર નથી. જા કે મોટા ભાગના જાણકાર લોકો હજુ આ બેઠક પર તો રાહુલ ગાંધીને ફેવરીટ ગણે છે. અમેઠીમાં છઠ્ઠી મેના દિવસે પાંચમાં તબક્કાના મતદાનની સાથે મતદાન થશે. રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની દ્વારા ભવ્ય રોડ શો અને કાર્યક્રમ વચ્ચે ઉમેદવારી પત્રો ભરી ચુક્યા છે.
અમેઠી નહેરુ-ગાંધી પરિવારના એક મજબુત ગઢ તરીકે છે. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે જારદાર સપાટો મોદી લહેર વચ્ચે બોલાવ્યો ત્યારે પણ અમેઠીની બેઠક તો રાહુલ ગાંધી બચાવી લેવામાં સફળ રહ્યા હતા. આ સીટ પણ રાહુલ ગાંધી ક્યારેય હાર્યા નથી. તેમની સામે અનેક પ્રકારના પડકારો હજુ પણ રહેલા છે. વિકાસના કામોને લઇને પ્રશ્નો થતા રહ્યા છે. આ વખત રાહુલની સામ ટક્કર વધુ મુશ્કેલ છે. કોંગ્રેસના ગઢની સાબિતી આ બાબતથી જ મળી જાય છે કે ૧૯૬૭ બાદથી માત્ર બે વખત ભારતીય જનતા પાર્ટીને અહીંથી જીત મેળવી લેવામાં સફળતા હાથ લાગી છે.
એક વખતે જનતા પાર્ટી અને બીજી વખત ભાજપે અહીં સીટ જીતી હતી. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી દ્વારા આ વખત પણ અમેઠી અન રાયબરેલી સીટ કોંગ્રેસ માટે છોડી દીધી છે. વર્ષ ૨૦૧૪માં કેન્દ્રિય પ્રધાન આક્રમક સ્મૃતિ ઇરાની અહીંથી ભલે હારી ગયા હતા પરંતુ સ્મૃતિ અહીં જારદાર રીતે સક્રિય રહ્યા છે. આ સીટ પર વર્તમાન સાંસદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને સ્મૃતિ વચ્ચ આ વખતે પણ સીધી ટક્કર થનાર છે. અહીં અનેક મોટા નામ રહી ચુક્યા છે. આ બેઠક પરથી અનેક દિગ્ગજા જીતતા રહ્યા છે. જેમાં રાજીવ ગાંધી ૧૯૮૧થી લઇને ૧૯૯૧ સુધી આ બેઠક પરથી જીતી ગયા હતા. ચાર વખત રાજીવ ગાંધી જીત્યા હતા. ત્રણ વખત હવે રાહુલ ગાંધી જીતી ચુક્યા છે. મુખ્ય મુદ્દાની વાત કરવામાં આવે તો આ સીટ પર બાઇપાસ નિર્માણ, આવારા પશુની સમસ્યા, બેરોજગારી, શિક્ષણ અને આરોગ્યને લઇને કેટલાક મુદ્દા અહી રહેલા છે. સીટની વર્તમાન સ્થિતીની વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી હાલમાં સાંસદ તરીકે છે. વર્ષ ૨૦૧૪ બાદથી રાહુલ ગાંધી છથી વધુ વખત અહીં આવ્યા છે. રાહુલે કેટલીક સ્કુલોમાં અહીં મિનરલ વોટરની વ્યવસ્થા કરાવી છે. મંદિરો અને મજારોમાં લાઇટની વ્યવસ્થા પણ રાહુલે કરાવી છે. મલિક મોહમ્મજ જાયસી શોધ સંસ્થા માટે જંગી નાણાં પણ આપ્યા છે. સાથે સાથે આશરે ૪૦૦ હેન્ડપંપ પણ લગાવી આપ્યા છે. અમેઠીમાં વિધાનસભા ક્ષેત્રની વાત કરવામાં આવે તો ચાર ક્ષેત્ર છે. જેમાં અમેઠી સદર, ગૌરીગંજ, જગદીશપુર અને તિલોઇનો સમાવેશ થાય છે. જે પૈકી ત્રણ પર ભાજપ છે. એકમાં સપા છે. અમેઠીના વોટરોની વાત કરવામાં આવે તો મહિલા મતદારોની સંખ્યા અહીં ૯૪૫૦૦૦ નોંધાઇ છે.
જ્યારે પુરૂષ મતદારોની સંખ્યા અહીં ૯૨૨૦૦૦ નોંધાઇ છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં મત હિસ્સેદારીની વાત કરવામાં આવે તો અહીં રાહુલ ગાંધીને ૪૭.૭૧ ટકા મત મળ્યા હતા. જ્યારે સ્મૃતિ ઇરાનીને ૩૪.૩૯ ટકા મત મળ્યા હતા. અન્યોને ૧૮.૯૧ ટકા મત મળ્યા હતા. સીટના રાજકીય ભવિષ્યની વાત કરવામાં આવે તો આ વખતે જારદાર સ્પર્ધા છે. કોંગ્રેસ, ભાજપ અને ગઠબંધનના ઉમેદવાર વચ્ચે સીધી સ્પર્ધા છે. આ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. કારણ કે ગઠબંધને કોંગ્રેસ માટે આ સીટ છોડી દીધી છે. હાર છતાં સ્મૃતિ ઇરાની સતત અહીં પહોંચી રહ્યા છે. આવી Âસ્થતીમાં આ વખતે સ્મૃતિ જારદાર ટક્કર આપી શકે છે. કોઇને કોઇ યોજનાના બહાને તેઓ અહી આવતા રહ્યા છે. રાયબરેલી જિલ્લાની સલોન વિધાનસભા ક્ષેત્રના મતદારો માટે લોકસભા સીટ અમેઠી છે. તે ઉપરાંત સુલ્તાનપુર જિલ્લાની હલિયા વિસ્તારના લોકો પણ અમેઠીમાં મત આપે છે. અમેઠી બેઠક મુળભુત રીતે કોંગ્રેસના ગઢ તરીકે છે. પરંતુ સ્મૃતિ છેલ્લા કેટલાક સમયથી રાહુલ સામે સમસ્યા ઉભી કરતા રહ્યા છે. તેમના આક્રમક વલણને જોતા રાહુલ માટે આ વખતે વધારે મહેનતની જરૂર દેખાઇ રહી છે. રાહુલ ગાંધી આગામી દિવસોમાં અહીં જોરદાર પ્રચાર કરે તેવી શક્યતા પણ છે. વડાપ્રધાન મોદી પણ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર માટે પહોંચી શકે છે. હોટ ગણાતી બેઠક પર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. રાહુલને અમેઠીમાં પણ પૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે.