પુણે : લોકસભા ચુંટણીના પહેલા પુણેમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા પહોંચેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે તેમના પ્રત્યે ગુસ્સાની ભાવના રાખે છે પરંતુ તેઓ મોદીને પસંદ કરે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ મોદી પ્રત્યે કોઈપણ પ્રકારની નફરત રાખતા નથી. રાહુલ ગાંધીના નિવેદનથી વિદ્યાર્થીઓએ મોદી મોદીના નારા લગાવવાની શરૂઆત કરી હતી. આ ગાળા દરમિયાન રાહુલ ગાંધી પણ જાતા રહ્યા હતા. રાહુલે કહ્યું હતું કે ૨૨ લાખ સરકારી જગ્યાઓ ખાલી છે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માટે મૂળભૂત માળખાના નિર્માણની જરૂર છે. ખાલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જ્યારે સત્તામાં આવીશું ત્યારે સંસદ અને રાજ્ય વિધાનસાઓમાં ૩૩ ટકા મહિલાઓ માટે જગ્યાઓ અનામત રાખવામાં આવશે. રાષ્ટ્રીય સ્તર પર તમામ નોકરીમાં ૩૩ ટકા હિસ્સો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
રાજનેતાઓ માટે નિવૃત્તિની વય હોવી જોઈએ. ૬૦ વર્ષના ગાળા બાદ નેતાઓએ નિવૃત્તિ લઈ લેવી જોઈએ. વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોના જવાબમાં રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર પોતાની રજુઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે ક્યારેય ખોટા નિવેદન કરતા નથી. જ્યારે તેઓ બોલે છે ત્યારે વધારે આક્રમક દેખાતા નથી. જ્યારે તેઓ કહે છે કે અમે પાંચ કરોડ પરિવારને ૭૨ હજાર રૂપિયા આપીશું તો આ બાબત શક્ય બનશે. આના માટે મધ્યમ વર્ગ પર ભાર મુકવામાં આવશે.
ઈન્કમટેક્સ પણ વધારવામાં આવશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નોટબંધી એક વિનાશકારી નિર્ણય હતો. આના કારણે ભારતની અર્થવ્યવસ્થા ભાંગી પડી હતી. સરકારી નોકરીઓ વધારવા ઉપર તેમની સરકાર ભાર મુકશે. નોટબંધીની અસરને ઘટાડવા કામ કરવામાં આવશે. બેન્કીંગ વ્યવસ્થા પર ૨૦થી ૨૫ લોકોનો કબજા છે તેમાં યુવાઓની ભાગીદારીને વધારવામાં આવશે. યોજના આયોગને ફરીથી લાવવામાં આવશે. જાકે તેના સ્વરૂપને બદલવામાં આવી શકે છે. એર સ્ટ્રાઈકને એરફોર્સે અંજામ આપ્યો હોવાથી તેને તેની ક્રેડિટ મળવી જોઈએ. આની રાજનીતિ હોવી જોઈએ નહીં.