પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપાનએ મોટી જીત મેળવી છે. ૨૫ વર્ષથી ત્રિપુરામાં સાશનમાં રહેલી માણિક સરકારના ગઢમાં ગાબડુ પાડી કમળને જનાદેશ મળ્યું છે. નાગાલેન્ડમાં સરકાર ભાજપા સરકાર બનાવી રહી છે. તો મેઘાલયમાં માત્ર બે જ બેઠક મેળવી હોવાં છતા ત્યાં કમળ સાશનમાં આવી શકે છે. પરિણામો આવ્યા બાદ બે દિવસ સુધી મૌન રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યું કે કોંગ્રેસ પાર્ટી ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડના વિધાનસભા પરિણામોનું સમ્માન કરે છે. અમે અમારી પાર્ટીને પૂર્વોત્તર મજબૂત કરવાના તમામ પ્રયત્ન કરીશું અને ફરીથી એકવાર લોકોનો વિશ્વાસ મેળવીશું. હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓને તેમની મહેનત માટે ધન્યવાદ આપું છું.