ઉત્તર પ્રદેશની બે લોકસભા સીટો પર કોંગ્રેસે મોદી રાત્રે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે, જ્યારે તેમના નજીકના સહયોગી કે.એલ શર્મા અમેઠીથી ચૂંટણી લડશે. પ્રિયંકા ગાંધી અમેઠીથી ચૂંટણી નહીં લડે. રાહુલ ગાંધીએ શુક્રવારે રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. અમેઠી અને રાયબરેલીને ગાંધી-નેહરુ પરિવારના પરંપરાગત વિસ્તારો માનવામાં આવે છે કારણ કે આ પરિવારના સભ્યો ઘણા દાયકાઓથી આ બેઠકોનું પ્રતિનિધિત્વ કરે છે.
લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પર કિશોરીલાલ શર્માનો મુકાબલો ભાજપની સ્મૃતિ ઈરાની સામે થશે, જેઓ ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધી સામે વિજયી બન્યા હતા. દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ રાહુલ ગાંધીને રાયબરેલી બેઠક પરથી ઉતારવાનો ર્નિણય કર્યો છે. સાત તબક્કાની સામાન્ય ચૂંટણીના પાંચમામાં ૨૦ મેના રોજ બે બેઠકો પર મતદાન થશે.
અમેઠી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ કહ્યું છે કે તેઓ છેલ્લા ૪૦ વર્ષથી આ વિસ્તારની સેવા કરી રહ્યા છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ આભાર માન્યો હતો.
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના વિશ્વાસુ સહયોગી કેએલ શર્માએ રાયબરેલીથી સંસદ સભ્ય તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમના પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. તેઓ કોંગ્રેસ પાર્ટીના સમપિર્ત સભ્ય તરીકે લાંબા સમયથી અમેઠી અને રાયબરેલીમાં પાર્ટીની ગતિવિધિઓ અને કામગીરી પર ખંતપૂર્વક દેખરેખ રાખી રહ્યા છે. કિશોરી લાલે બંને મતવિસ્તારોમાં પક્ષની હાજરી અને પ્રભાવ જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.