15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા સંગઠનની રચના પર ચર્ચા થશે

Rudra
By Rudra 1 Min Read

અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો વધુ એક કાર્યક્રમ તૈયાર કરાયો છે.૧૫ એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં નવા સંગઠનની ચર્ચા થશે. નવા પ્રમુખ અને સંગઠન પર ભાર મૂકાશે. જેમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરાશે અને તાલુકા માળખાનું પણ નવેસરથી સંગઠન કરાશે.‘

તેમજ આ બાબતે વધુમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ પાર્ટીમાં મોટો સંગઠનાત્મક ફેરફાર કરાશે. આ બેઠકમાં સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી. વર્ષ 2025ને પાર્ટી સંગઠનના પૂર્ણ પુનર્ગઠન તરીકે સમર્પિત કરાયું છે અને આ વિષય પર વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરાઈ છે. સંગઠનમાં ફેરફાર અંગે દિશા-નિર્દેશ તૈયાર કરાશે. આપણા મહાસચિવ અને પ્રભાર તેના પર કામ કરી રહ્યા છે.‘

Share This Article