નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે કેરળની વાયનાડ બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.રાહુલ ગાંધીએ ઉમેદવારી દાખલ કરતા પહેલા સવારમાં ભવ્ય રોડ શો કરીને તમામ મતદારોને પ્રભાવિત કરવાના પ્રયાસ કર્યા હતા. રાહુલ ગાંધીની સાથે તેમના બહેન પ્રિયંકા વાઢેરા પણ દેખાયા હતા. અન્ય દિગ્ગજ નેતાઓ પણ રાહુલની સાથે જોવા મળ્યા હતા. રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાહુલ અગાઉ કેરળ પહોંચ્યા ત્યારે તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. કોંગ્રેસ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવાના ઇરાદા સાથે રાહુલ ગાંધીએ હવે દક્ષિણ ભારતમાં કુચ કરી છે.
ભગવાનના પોતાના દેશ તરીકે ગણાતા વાયનાડમાંથી રાહુલ ગાંધીએ સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઉમેદવારી પત્રો ભર્યા હતા. વાયનાડ ઉપરાંત રાહુલ ગાંધી આ વખતે તેમની પરંપરાગત સીટ અમેઠીમાંથી પણ મેદાનમાં છે. ગાંધી પરિવાર ઇતિહાસ ધરાવે છે. ઉત્તર ભારતમાં સ્થિત વાયનાડ કોંગ્રેસના ગઢ તરીકે છે. વાયનાડ બેઠક પર મુસ્લિમ સમુદાયના મતદારોની સંખ્યા વધારે છે. આશરે ૫૬ ટકા મુસ્લિમ મતદારો રહેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ. ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી, બીજા તબક્કામાં ૧૮મી, ત્રીજા તબક્કામાં ૨૩મી, ચોથા તબક્કામાં ૨૯મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે જ્યારે પાંચમાં તબક્કામાં છઠ્ઠી મે, છઠ્ઠા તબક્કામાં ૧૨મી મે અને ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે.
તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થનાર છે. બીજા તબક્કામાં ૧૩ રાજ્યોની ૯૭ સીટ પર મતદાન થનાર છે. ચોથા તબક્કામાં નવ રાજ્યોમાં સાત સીટો ઉપર મતદાન થનાર છે. પાંચમાં તબક્કામાં સાત રાજ્યોની ૫૧ સીટો ઉપર મતદાન યોજાનાર છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. રાહુલ ગાંધી વાયનાડ બેઠક પરથી હોટફેવરીટ બનેલા છે.