કોચી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી રાહુલ ગાંધી પુરગ્રસ્ત કેરળમાં આજે પહોંચ્યા હતા. પુરની ત્રાસદીનો સામનો કરી રહેલા કેરળના લોકોની પીડાને સમજવાના હેતુસર રાહુલ ગાંધી થિરુવનંતપુરમ પહોંચ્યા હતા. દેશભરમાંથી રાહત પ્રવાહનો દોર જારી રહ્યો છે. બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષે એક એર એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે થોડાક સમય માટે ઉભા રહ્યા હતા. મેડિકલ ઇમરજન્સી માટે એર એમ્બ્યુલન્સમાં જઇ રહેલા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી તેવી ખાતરી કરી હતી.
રાહુલ ગાંધી કેરળમાં પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા છે. રાહુલ ગાંધી સૌથી પહેલા ચેંગનુર હેલિપેડથી ઉંડાણ ભરવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાથે સ્થાનિક નેતાઓ અને એસપીજીના જવાનો પણ રહ્યા હતા. રાહુલે એર એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપી હતી. આ પહેલા રાહુલ ગાંધી ચેંગનુર સ્થિત રાહત કેમ્પમાં ગયા હતા અને પુરપીડિતો સાથે વાતચીત કરી હતી.
કેરળમાં જળપ્રલયના પરિણામ સ્વરુપે આશરે ૧૭ લાખ લોકોને અસર થઇ છે. વરસાદ અને પુરની સ્થિતિમાં વર્તમાન સિઝનમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ૨૨મી ઓગસ્ટ સુધી જ ૯૯૦થી વધુ લોકોના મોત થયા હતા. એકલા કેરળમાં ૪૦૦થી વધુના મોત થઇ ચુક્યા છે. કેરળમાં જળ ત્રાસદીના કારણે લાખો લોકો રસ્તા પર આવી ગયા છે. કેટલાક લોકો રાહત કેમ્પમાં પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેરળને મદદ કરવા માટે દેશભરમાંથી લોકો આગળ આવી રહ્યા છે.
કેરળમાં જનજીવનને ફરી ટ્રેક ઉપર લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ટૂંકા ગાળામાં જ દેશના લોકો તરફથી ૭૧૩ કરોડથી વધુની રકમ મદદ માટે પહોંચી ચુકી છે. રાહુલ ગાંધીએ રાહત કેમ્પોમાં પહોંચીને પુરપીડિતો અંગે માહિતી મેળવી હતી. રાહુલ ગાંધી સતત પીડિતો સાથે વાતચીત કરતા નજરે પડ્યા હતા. રાહુલ દ્વારા સહાય વધારવાની માંગ કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.