નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર દેખાવ બાદ હવે રાહુલ ગાંધીનના નેતૃત્વમાં અન્ય પાર્ટીઓને પણવિશ્વાસ વધ્યો છે. ગયા વર્ષે ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચૂંટણીથી પહેલારાહુલ ગાંધીને પાર્ટી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. એ વખતે રાહુલ ગાંધીને સંપૂર્ણ નિષ્ફળતા હાથ લાગી હતી. જો કે હવે રાહુલ ગાંધીને પાંચેય રાજ્યોમાંસફળતા મળી રહી હોવાના સંકેત મત ગણતરીના કારણે દેખાઇ રહ્યા છે. રાહુલ ગાંધીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં પૂર્ણતાકાત લગાવી દીધી હતી અને જારદાર પ્રચાર કર્યો હતો. જેના કારણે પાર્ટીને લાભ થયો છે. પાંચ રાજ્યોમાં હવે કોંગ્રેસને સફળતા મળ્યા બાદ વિપક્ષી ગઠબંધનની તક મજબુત બનશે. સફળતા મળવાથી કોંગ્રેસનુ કદ વિરોધ પક્ષોમાં મજબુત બનશે.
બીજી બાજુ ભાજપના સાથી પક્ષો સાથ છોડી શકે છે.જેમાં શિવ સેનાનો સમાવેશ થાય છે. ગઇકાલે જ કુશવાહની પાર્ટીએ એનડીએ સાથે છેડો ફાડી લીધો હતો હજુ ભાજપને કેટલાક ફટકા પડી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક નવા સમીકરણ રચાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. પાંચ રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણથયા બાદ એક્ઝિટ પોલના તારણ જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોટા ભાગે પોલમાં કોંગ્રેસની સ્થિતી સારી દર્શાવવામાં આવી હતી.