કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધીએ સામાન્ય ચૂંટણીમાં હારની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામા બાદ હાલમાં તો કોંગ્રેસ પાર્ટી કેપ્ટન વગરની દેખાઇ રહી છે. જો કે નવી કવાયત ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવનાર છે. રાહુલે રાજીનામુ આપી દેવાની વાત તો પહેલાથી જ કરી હતી.
જો કે હવે રાજીનામુ આપી દઇને આને લઇને છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. જો કે રાહુલ ગાંધીએ એક પ્રકારથી દુવિધાભરી સ્થિતી સર્જી કાઢી છે. રાહુલે ચાર પાનાનો પત્ર લખીને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ બાબતોને ધ્યાનમાં લેવામા આવે તો સમજી શકાય છે કે રાહુલ ગાંઘી પાર્ટી પાસેથી શુ અપેક્ષા રાખી રહ્યા છે. સૌથી પહેલા તો રાહુલ એવી જ અપેક્ષા રાખી રહ્યા છે કે પાર્ટીના તમામ મોટા નેતાઓ હારની જવાબદારી સ્વીકારને રાજીનામુ આપે. ત્યાગ કર્યા વગર ભારતીય જનતા પાર્ટી સામે લડી શકાય નહીં તેમ રાહુલ નક્કરપણે માને છે. અન્ય મોટા નેતાઓને જવાબદાર ઠેરવી દેતા પહેલા તેમને પોતે રાજીનામુ આપી દેવાની જરૂર હતી. જેથી રાહુલે રાજીનામુ આપી દીધુ છે.
રાહુલ ગાંધી આ જ કારણસર રાજીનામાના નિર્ણય પર મક્કમ રહ્યા હતા. પાર્ટીને ફરી સજીવન કરવા માટે કેટલાક કઠોર નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. રાહુલ એમ પણ કહી રહ્યા છે કે આ વિચારધારાની લડાઇ છે જે ખુબ પહેલાથી જ લડવામાં આવી રહી છે. ચોથી બાબત રાહુલ ગાંધીએ કહ્યુ છે કે આ લડાઇમાં તેઓ એકલા ઉભા હતા. પાર્ટીના અન્ય સાથીઓ તેમની સાથે એટલી મજબુતી સાથે ઉભા ન હતા જેટલા ઉભા રહેવાની જરૂર હતી. આ ચાર મુદ્દા પર સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી છે કે રાહુલ ગાંધી પરિવારને પાર્ટી સર્વોપરિ માને છે કે ત્યારે તેમની સાથે કોઇ વ્યક્તિ કેમ ઉભી રહી ન હતી તે બાબત નોંધ લેવા માટે રહી છે. હકીકત એ છે કે રાહુલ ગાંધી હાલમાં એ રસ્તા પર ઉભા છે જ્યાંથી એક રસ્તો સ્વતંત્રતા બાદ બનાવવામાં આવેલા એ હાઇવે તરફ જાય છે જેના પર ચાલીને કોંગ્રેસ પાર્ટીએ લાંબા સમય સુઘી દેશ પર શાસન કર્યુ હતુ. જ્યાં સંઘર્ષ નહીં હવે તકનો ઇન્તજાર જ જીતના મંત્ર તરીકે છે. આ મંત્ર કોંગ્રેસ પાર્ટીમાં કુબ અંદર સુધી છે.
કોંગ્રેસ પાર્ટી હાલમાં વિપક્ષના મંત્રને પણ ભુલી ચુકી છે. મોદી સરકારની છેલ્લી અવધિ કોંગ્રેસ પાર્ટીએ એવી આશામાં કાઢી નાંખી હતી કે જનતા ફરી તંગ આવીને કોંગ્રેસ પાર્ટીને તક આપી દેશે. જો કે પ્રજાએ આ વખતે આવુ કામ કર્યુ નથી. બીજા રસ્તો એ છે જે રસ્તા પર કોંગ્રેસે ચાલીને અંગ્રેજ શાસકોની સામે ચાલીને મોરચો ખોલ્યો હતો. દેશને ગુલામીમાંથી મુક્તિ અપાવવામાં ભૂમિકા અદા કરી હતી. પાર્ટીના અધ્યક્ષ પદથી રાજીનામુ આપીને ભાજપની સામે દસ ગણી વધારે તાકાત સાથે લડવાની રાહુલે વાત તો કરી છે પરંતુ આના કારણે સંકટ દુર થશે નહીં. કોંગ્રેસ પાર્ટી સામાન્ય લોકોમાં વિશ્વાસ ગુમાવી ચુકી છે. ભાજપની સામે આજે દેશમાં સૌથી મજબુત ચહેરા તરીકે રાહુલ ગાંધી રહ્યા છે પરંતુ તેમને લોકોની વચ્ચે રહેવાની જરૂર છે.