લોકસભાની ચૂંટણીના પરિણામ આવી ગયા બાદ અને કારમી હાર થયા બાદ સમગ્ર કોંગ્રેસ પાર્ટીમાં અભૂતપૂર્વ હતાશા હાલમાં જાવા મળી રહી છે. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ વિશ્વાસ કરી શકતા નથી કે તેમની આટલી કારમી હાર થઇ છે. કારણ કે રાહુલ ગાંધી સહિતના તમામ લોકોએ પુરતી તાકાત લગાવી દીધી હતી. એમ પણ લાગી રહ્યુ હતુ કે કોંગ્રેસ પાર્ટી તેની સ્થિતીને સુધારી શકશે પરંતુ વર્ષ ૨૦૧૪માં માત્ર ૪૪ સીટ મળ્યા બાદ આ વખતે ૨૦૧૯માં માત્ર બાવન સીટ તેને મળી છે. આવી સ્થિતીમાં કોંગ્રેસના કાર્યકરો પણ હતાશામાં છે. પાર્ટીમાંથી અનેક ટોપના નેતાઓ છેડો ફાડી રહ્યા છે.
કોંગ્રેસમાં કાર્યકરો અને નેતાઓ વિશ્વાસ ગુમાવી રહ્યા છે ત્યારે પોતે હતાશ થયેલા રાહુલ ગાંધી સામે નવા પડકારો રહેલા છે. ભાજપ સામે કેવી નીતિ સામે રમવામાં આવે તે કોંગ્રેસની સામે પડકારરૂપ છે. લોકસભાની ચૂંટણીથી પહેલા થોડાક સમય પૂર્વે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવામાં સફળ રહી હતી. તે પહેલા કર્ણાટકમાં તેમની મહેનત પણ દેખાઇ હતી. આક્રમક પ્રચારના કારણે પાર્ટી ૭૭ જેટલી સીટ જીતી શકી હતી. સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ ઉભરી ન હતી અને બહુમતિ મળી ન હતી છતાં તે જેડીએસની સાથે મળીને સરકાર ટકાવી રાખવામાં સફળ રહી હતી. ત્યારબાદ ત્રણ રાજ્યોમાં પાર્ટીની જીત થઇ હતી. ભારતની સૌથી મોટી અને સૌથી જુની પાર્ટીના વડા રાહુલ હાલમાં આ પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટે દિન રાત એક કરી રહ્યા છે છતાં તેની હાર થઇ રહી છે.
કોઇ સમય દેશના મોટા ભાગના રાજ્યોમાં શાસન કરનાર કોંગ્રેસ પાર્ટીની હાલના સમયમાં એક પછી એક રાજ્યમાં કારમી હાર થઇ હતી. હાલમાં ત્રણ રાજ્યોમાં પાર્ટીને જીત અપાવવામાં રાહુલ સફળ સાબિત થઇ ગયા બાદ તેમની કુશળતાની નોંધ લેવામાં આવી હતી. સોનિયા ગાંધી અને ત્યારબાદ શરૂઆતના સમયમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં પણ પાર્ટીની કારમી હાર થઇ હતી. વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની લહેર બાદથી કોંગ્રેસ પાર્ટીની હાલત ખુબ કફોડી બની હતી. ત્રણ હિન્દી પટ્ટા રાજ્યોમાં પાર્ટીની જીત થયા બાદ પાર્ટીની હવે ફરી લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થઇ છે.જે રાજ્યોમાં કોંગ્રેસની જીત થઇ હતી તે રાજસ્થાન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા છે. જે કોંગ્રેસ માટે નિરાશાજનક છે. રાહુલ ગાંધી પોતે હતાશામાંથી બહાર નિકળીને આગળ વધે તે જરૂરી છે. રાહુલ ગાંધી માટે પણ લોકોની વચ્ચે રહેવાનો સમય છે. જા કે રાહુલ ગાંધી પહેલાની જેમ જ ફરી એકવાર લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ જાહેરમાં ખુબ ઓછા દેખાઇ રહ્યા છે. આના કારણે તેમની પાર્ટીની હતાશામાં વધારો થઇ શકે છે. લોકોના મુદ્દાને રચનાત્મક રીતે ઉઠાવીને લોકોની વચ્ચે જા રાહુલ રહેશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને સ્થિતી સુધારી દેવા માટે તક મળી શકે છે. ભારતીય જનતા પાર્ટીની સામે ટક્કર લેવા માટે રાહુલ માટે કાર્યકરોને સંગઠિત કરીને ઉત્સાહ સાથે આગળ વધવાની જરૂર પડશે.