કોંગ્રેસ પાર્ટીની સ્થિતી ખુબ ગંભીર બની ગઇ છે. પાર્ટીના સિક્કાને ચલાવવામાં તકલીફ પડી રહી છે. જનતા તેમને નકારી ચુકી છે. લોકસભાની ચૂંટણીના પરિણામથી કહી શકાય છે કે રાહુલ ગાંધીએ જા પ્રચાર દરમિયાન કોઇ વાજબી મુદ્દા ઉઠાવ્યા છે તો પણ તે મુદ્દાને પ્રજા અસ્વીકાર કરી ચુકી છે. કારણ કે લોકોને લાગ્યુ છે કે આ વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે જેથી તે બાબતને સ્વીકારવામાં આવી ન હતી. હવે કોંગ્રેસ પાર્ટી પાસે એવા કોઇ નેતૃત્વ હોય જે પાર્ટીને નવી દિશામાં લઇને જઇ શકે તો તેનુ સ્વાગત થવુ જાઇએ. જા કે હાલમાં આવી કોઇ સ્થિતી દેખાઇ રહી નથી.
કારણ કે કોંગ્રેસ પાર્ટી અપેક્ષા મુજબ હજુ પણ નિર્ણાયક પગલા લઇ રહી નથી. કોંગ્રેસ કારોબારી બેઠક જે રીતે યોજાઇ અને જે રીતે પૂર્ણ થઇ તેનાથી સાબિતી મળી ગઇ છે કે કોંગ્રેસ હજુ ભુલ સુધારવા માટે તૈયાર નથી. કોંગ્રેસ ધરખમ ફેરફારો કરવામાં ખચકાટ અનુભવ કરે છે. રાહુલે બેઠકમાં રાજીનામુ આપી દેવાની ઓફર કરી હતી જેને નાટ્યાત્મક રીતે અસ્વીકાર કરી દેવામાં આવી હતી. જે યોગ્ય નથી. જાણકાર લોકો તો અહીં સુધી કહી રહ્યા છે કે હવે કોંગ્રેસ પાર્ટીએ હવે બિન ગાંધી નહેરુ પરિવારમાંથી નેતાને પાર્ટીની જવાબદારી સોંપવી જાઇએ. જા આવુ કરવામાં નહીં આવે તો વર્ષ ૨૦૨૪માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે પણ કોંગ્રેસને લોકોની વચ્ચે જવામાં મુશ્કેલી પડી શકે છે. કોંગ્રેસની આંતરિક રાજનીતીમાં ૧૦ જનપથની ભૂમિકા રહેનાર છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે નેતૃત્વ અન્ય કોઇને સોંપી દેવામાં આવે. કોંગ્રેસ પાર્ટીને જ રસ્તો શોધી કાઢવો પડશે. રાહુલ ગાંધી મંદિરોમાં ગયા હતા સાથે સાથે દરેક પ્રયાસ પોતાની રીતે કર્યા હતા. મોદીને પડકાર ફેંકવા માટે અનેક મોટી યોજના પણ જાહેર કરી હતી.
મોદીની સામે આડેધડ નિવેદન કરીને પણ લોકોનુ ધ્યાન ખેચ્યુ હતુ. પરંતુ તેમને કોઇ ચીજ હાંસલ થઇ નથી. વોટરો કોંગ્રેસથી ખુબ દુર રહ્યા છે. બહુમતિ સમુદાયના લોકોના મત કોંગ્રેસને પહેલાની જેમ મળી રહ્યા નથી. કોંગ્રેસની પાસે હવે એવા ખુબ ઓછા નેતા છે જે સંગઠનના રૂપમાં કામ કરી શકે છે. સંગઠનના નેતા તરીકે મજબુતી દેખાઇ રહી નથી. આ ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ હવે રાહુલ ગાંધીની પાસે ગુમાવવા માટે કઇ જ નથી. હવે તેઓ કેટલાક મોટા પગલા લઇ શકે છે. કોંગ્રેસમાં વિતેલા વર્ષોમાં પણ કેટલાક બિન ગાંધી નહેરુ પરિવારના લોકો પાર્ટી પ્રમુખ તરીકે રહ્યા છે. હવે વાત ચાલે છે કે પ્રિયંકા ગાંધી વિકલ્પ હોઇ શકે છે. કેટલાક જાણકાર પંડિતો કહે છે કે જા કોંગ્રેસની અંદર જ નવા નેતૃત્વ લાવવાની જરૂર છે તો પ્રિયંકા ગાંધી વિકલ્પ બની શકે છે. પરંતુ પ્રિયંકાને પણ હવે મુખ્ય ભૂમિકામાં આવવાની જરૂર રહેશે. જા કે હજુ સુધી રાજનીતિમાં તેઓ બે પગલા પાછળ ચાલતા રહ્યા છે. માત્ર રોડ શોમાં ભીડ એકત્રિત કરવાથી કામ ચાલશે નહીં. મત મળવાની બાબત બિલકુલ અલગ છે. રાહુલ ગાંધીને આ ચૂંટણીમાં નારાના પસંદગી કરવા માટેની સલાહ કોણ આપી રહ્યા રહ્યા હતા. તમામ નારા તેમના પર ભારે પડી ગયા છે. કોંગ્રેસ કારોબારીમાં આ વિષય પર તો ચર્ચા પણ થઇ ન હતી. રામ મંદિર અને કાશ્મીર જેવા મુદ્દા પર તેનુ વલણ જ અસ્પષ્ટ દેખાયુ હતુ.
તમામ બાબત એ રીતે હાથ ધરવામાં આવી કે તમામ મોરચા પર તેની કારમી હાર થઇ છે. રાહુલ ગાંધીને હવે ચાપલુસી કરનારની ટોળકીથી છુટકારો મેળવી લઇને આઈગળ વધવાની જરૂર છે. યોગ્ય નિર્ણય લેવા પડશે. જેમ સોનિયા ગાંધીએ વર્ષ ૨૦૦૪માં વડાપ્રઘાન ન બનવાનો નિર્ણય કર્યો હતો. હવે સ્થિતી એવી છે કે રાહુલને પાર્ટી પ્રમુખ તરીકે રાજીનામુ આપી દેવુ જાઇએ. સાથે સાથે બિન નહેરુ ગાંધી કોઇ વ્યક્તિને પાર્ટી પ્રમુખ બનાવવા માટે રસ્તો સાફ કરવો જાઇએ. આજે રાહુલ ગાંધીની પાસે મોટા જનાધાર વાળા નેતા નથી. પરંતુ ઉપલબ્ધ નેતામાંથી કોઇ એકની પસંદગી કરવી પડશે. રાહુલ ગાંધી જા પાર્ટીને સજીવન રાખવા માંગે છે તો તેમને જવાબદારી ઉપાડવી પડશે. રાહુલની વ્યક્તિગત પ્રતિષ્ઠા ગૌણ થઇ ગઇ છે. રાહુલ ગાંધીની સમસ્યાનો ઇલાજ પણ રાહુલ ગાંધીની પાસે છે. નિષ્ણાંતો આવા અભિપ્રાય ધરાવે છે..