નવીદિલ્હી : ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. સવારમાં જ મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ મતદાન કરવા માટે સંબંધિત મતદાન મથક પર પહોંચ્યા હતા. ત્રીજા તબક્કામાં મેદાનમાં રહેલા મહારથી નીચે મુજબ છે.
- રાહુલ ગાંધી (કોંગ્રેસ અધ્યક્ષ)
- મુલાયમ સિંહ યાદ ( સપાના સ્થાપક)
- આઝમ ખાન ( સમાજવાદી પાર્ટીના નેતા)
- જ્યા પ્રદા ( બોલિવુડ સ્ટાર, ભાજપ લીડર)
- શિવપાલ સિંહ યાદવ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી)
- વરૂણ ગાંધી ( ભારતીય જનતા પાર્ટી)
- અમિત શાહ (ભારતીય જનતા પાર્ટીર્)
- પરેશ ધાનાણી (કોંગ્રેસ)
- ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ)
- વીણા (કોંગ્રેસ)
- અનંત હેંગડે (ભાજપ )
- શશી થરુર (કોંગ્રેસ)
- સંતોષ ગંગવાર (ભાજપ)
- ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી)
- વિલાસ ઔતાડે (કોંગ્રેસ)
- કિરિટ સોલંકી (ભાજપ)