મુંબઈ : મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પંકજા મુંડેએ સર્જિકલ સ્ટ્રાઇક ઉપર પ્રશ્ન ઉઠાવનાર રાજકીય પક્ષોની આજે જોરદાર ઝાટકણી કાઢી હતી. પંકજાએ કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકને લઇને કેટલાક વિરોધીઓ પુરાવા માંગી રહ્યા છે પરંતુ એમને પુરાવા આપવા માટે કેટલીક ખાસ યુક્તિ અજમાવવાની જરૂર હતી. જો રાહુલ ગાંધીના શરીર ઉપર એક બોંબ બાંધીને કોઇ બીજા દેશમાં મોકલી દેવામાં આવ્યા હોત તો જ વિરોધ પક્ષોને સર્જિકલ સ્ટ્રાઇક ઉપર વિશ્વાસ થયો હોત.
મહારાષ્ટ્રના જાલનામાં એક ચૂંટણી સભાને સંબોધતા પકંજાએ કહ્યું હતું કે, કેટલાક લોકો પૂછે છે કે, સર્જિકલ સ્ટ્રાઇક શું છે તેના પુરાવા આપો. આવા લોકોને તેઓ કહેવા માંગે છે કે, અમને રાહુલ ગાંધીના શરીર ઉપર બોંબ બાંધીને તેમને જ મોકલી દેવાની જરૂર હતી તો જ આ લોકોને વિશ્વાસ થયો હતો. લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદનો મુદ્દો છે.