સાગર : મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા ઉપર છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી ચુક્યા છે. રાહુલ ગાંધી આજે મધ્યપ્રદેશમાં દેવડી અને અન્ય વિસ્તારમાં રહ્યા હતા. રાહુલે પણ આક્રમક નિવેદન કરીને કહ્યું હતું કે, મોદીએ બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી. મેક ઇન ઇÂન્ડયા અને સ્ટાર્ટઅપ ઇÂન્ડયા જેવી યોજના બાદ પણ મોદી સરકાર ૨૪ કલાકમાં માત્ર ૪૫૦ લોકોને રોજગારી આપે છે જ્યારે ચીન સરકાર ૨૪ કલાકમાં ૫૦૦૦૦ને નોકરી આપે છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નોટબંધી દેશના ઇતિહાસમાં સૌથી મોટા કૌભાંડ તરીકે છે. નોટબંધીના કારણે લોકો અને ઉદ્યોગોની હાલત કફોડી બની ગઈ હતી.
રાહુલે મોદીની સાથે સાથે મુખ્યમંત્રી શિવરાજસિંહ ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, પ્રદેશમાં ખેડૂતોને તેમની મહેનતના ફળ મળતા નથી. કોંગ્રેસની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર પર પ્રતિબંધ મુકીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે. ૧૦ દિવસની અંદર ખેડૂતોનું દેવું માફ કરી દેવામાં આવશે. મોદીએ દેશના ગરીબ લોકોના પૈસા કાઢીને ૧૦થી ૧૫ અમીર લોકોને આપી દીધા છે. રાફેલના મુદ્દે પણ પ્રશ્નો કર્યા હતા. મોદીએ સંરક્ષણમંત્રી અને એરપોર્ટ સાથે વાત કર્યા વગર અનિલ અંબાણીના ખિસ્સામાં ૩૦૦૦૦ કરોડ રૂપિયા નાંખી દીધા હતા જેથી મોદી હવે પોતાના ભાષણમાં ચોકીદાર જેવા શબ્દોનો ઉપયોગ કરતા નથી.
મોદીએ અંબાણીની ચોકીદારી કરી છે. વ્યાપમના કારણે ૫૦ લોકોના મોત થયા હતા. શિવરાજસિંહે પોતાના નજીકના લોકોને કોન્ટ્રાક્ટ આપી દીધા હતા છતાં પણ તપાસ થયા પછી કોઇ કાર્યવાહી કરાઈ નથી. આજે મધ્યપ્રદેશને કુપોષણ સ્ટેટ તરીકે કહેવામાં આવે છે. રાહુલે મોદી અને ભાજપ ઉપર પ્રહારોનો મારો જારી રાખ્યો હતો.