કર્ણાટક મન્નત ઃ રાહુલ ગાંધી કૈલાશ માનસરોવર પહોંચશે

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી હવે પહેલી સપ્ટેમ્બરના દિવસથી કૈલાશ માનસરોવરની યાત્રાએ જઇ રહ્યા છે. રાહુલ ગાંધી આવતીકાલે ૩૧મી ઓગષ્ટના દિવસે તેમની યાત્રાએ રવાના થશે અને આગામી દિવસે તેમની યાત્રાની શરૂઆત કરશે. કેલાશ માનસરોવરની યાત્રાના કારણે રાહુલ ગાંધી આશરે એક પખવાડિયા સુધી રાજનીતિથી દુર રહેશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ૨૯મી એપ્રિલના દિવસે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં એક રેલીમાં બોલતા કૈલાશ માનસરોવરની યાત્રાએ જવાની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી શિવ ધામ જવા માટે ઉત્સુક દેખાઇ રહ્યા છે. હાલમાં તેમની મંદિરોની યાત્રાને લઇને હોબાળો થઇ રહ્યો છે ત્યારે તેમની કૈલાશ માનસરોવરની યાત્રાને રાહુલ ગાંધી આગળ વધારી રહ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ જુદા જુદા મંદિરોમાં જવા અને દર્શન કરીને પ્રચાર કરવાની શરૂઆત કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. કર્ણાટક ચૂંટણી દરમિયાન રાહલે આ પરંપરા જારી રાખી હતી અને પ્રચાર દરમિયાન અનેક મોટા મંદિરમાં દર્શન કર્યાહતા. રાહુલે કહ્યુ છે કે તેઓ હમેંશા હિન્દુમાં વિશ્વાસ રાખે છે. રાહુલની ગેરહાજરીમાં કોંગ્રેસ પાર્ટી તેમના પ્રચારના કામને જારી રાખશે. પક્ષના વરિષ્ઠ નેતા આના માટે તૈયારી કરી રહ્યા છે.

Share This Article