`રાહુલ મારા મોટા ભાઇ સમાન છે` – રાહુલ ગાંધી સાથે સગાઇની અફવા લઇ અદિતી સિંહ ભડકી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાંક સમયથી ક્રોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અદિતી સિંહની સગાઇને લઇને ફેલાઇ રહેલી અફવાઓને લઇને અદિતી સિંહે આ વાતનું ખંડન કરતા જણાવ્યું કે રાહુલ મારા મોટા ભાઇ સમાન છે. આ વિશે તેમણે ટ્વીટ કરી સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું.

KP.com Aditi Singh Tweet

અદિતી સિંહ રાયબરેલીના એમએલએ અ બાહુબલી નેતા અખિલેશ સિંહના પુત્રી છે.તેમણે ટ્વીટમાં જણાવ્યું કે કર્ણાટક ચૂંટણીને લઇને તેમની અને રાહુલ ગાંધી વિશે આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જેથી તેમના પક્ષા અને નેતાઓને બદનામ કરી શકાય. આ કોઇ શૈતાનની કરતૂત છે અને તેમની વિરુદ્ધ તેઓ કાયદાનો સહારો લેશે.

ફોટો સૌજન્યઃ ટ્વીટર – ફેસબુક
Share This Article