રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢ જેવા હિન્દુ પટ્ટાના રાજ્યોમાં ભાજપ પાસેથી સત્તા આંચકી લેવામાં સફળતા મેળવી લીધા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ હવે સાબિતી આપી દીધી છે કે તેઓ લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ છે. ખેડુતો, બેરોજગારી સહિતના મુદ્દાને જારદાર રીતે લોકોની વચ્ચે પણ રાહુલ રજૂ કરવામાં સફળ રહ્યા છે. રાહુલ પહેલાની તુલનામાં હવે વધારે આક્રમક દેખાઇ રહ્યા છે. કાર્યકરોમાં નવા પ્રાણ પણ ફુંકી રહ્યા છે. વડાપ્રધાન પદના ઉદેવારને લઇને રાહુલે અને કોંગ્રેસે હજુ સુધી સ્પષ્ટપણે વાત કરી નથી. જા કે કોંગ્રેસ આ વખતે વધારે શÂક્ત સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. રાહુલ ગાંધીના નિવેદનને લઇને ભલે કેટલાક રાજકીય પક્ષો વધારે મહત્વ આપી રહ્યા નથી પરંતુ રાહુલ ગાંધીએ યોજનાપૂર્વક નિવેદન કરી રહ્યા છે. રાહુલે હાલમાં કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં જા કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે.
જા કે વિરોધ પક્ષોએ હોબાળો કર્યા બાદ કોંગ્રેસ પાર્ટીએ સહમતિની વાત કરી હતી. રાહુલે આ નિવેદન મારફતે કોંગ્રેસના કાર્યકરોના મનમાં છેલ્લા કેટલાક સમયથી પ્રવર્તી રહેલી તમામ દુવિધાનો અંત આણી દીધો હતો. સાથે સાથે તેમના વિરોધીઓને પણ રાહુલે એવો સંદેશો આપી દીધો છે કે તેમને હળવાશમાં લેવાની બિલકુલ જરૂર નથી. જાણકાર નિષ્ણાંતો કહે છે કે રાહુલ ગાંધી યોગ્ય સમય પર પાસો ફેંકી રહ્યા છે. વર્તમાન રાજકીય માહોલમાં આ તમામ ગણતરી કોંગ્રેસની Âસ્થતીને કમજાર કરી રહી હતી. ભાજપના લોકોને એમ કહેવાની તક મળી રહી હતી કે રાહુલ ગાંધી રાજનિતીમાં કાચા ખેલાડી છે. તેમની પાસે અનુભવ નથી. વડાપ્રધાન પદના લાયક નથી તેવી વાત પણ થઇ રહી છે. આવી સ્થિતીમાં બિન ભાજપ ત્રીજા મોરચાની શક્યતા પણ ચકાસવામાં આવી રહી હતી. વર્ષ ૨૦૧૯ ચૂંટણી માટે એજન્ડાને રજૂ કરતા રાહુલ ગાંધીએ સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે તેમની પાર્ટી જા જીતશે તો તેઓ વડાપ્રધાન બની શકે છે.
લોકસભા ચૂંટણી માટેની તૈયારીમાં કોંગ્રેસ પાર્ટી લાગી ગઇ છે. રાહુલ ગાંધીએ પ્રથમ વખત વડાપ્રધાન પદને લઇને વાત કરી છે. રાહુલે કહ્યુ હતુ કે કેટલાક રાજ્યોમાં અમે પોતાની રણનિતી પર કામ કરીશુ તો કોંગ્રેસને વર્ષ ૨૦૧૪ જેવા પરિણામ જાવા પડશે નહી. તેમણે દાવો કરતા કહ્યુ હતુ કે વર્ષ ૨૦૧૯માં મોદી દેશના વડાપ્રધાન બનશે નહી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વર્ષ ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે પીએમ પદની દાવેદારી નોંધાવી દીધા બાદ રાજકીય પક્ષો તરફથી ભાવ મળ્યો નથી. એનસીપી સહિત મોટા ભાગની રાજકીય પાર્ટીએ રાહુલના નિવેદનને વધારે મહત્વ આપ્યુ નથી. રાહુલના નિવેદનને ઉત્સાહજનક સમર્થન મળી રહ્યું નથી. યુપીએના પ્રમુખ સાથી પક્ષ એનસીપીએ કહ્યું છે કે, રાહુલ ગાંધીને પણ સપના જાવાનો અધિકાર છે પરંતુ વડાપ્રધાન કોણ બનશે તે લાખ રૂપિયાનો પ્રશ્ન છે. રાહુલના નિવેદન બાદ જુદા જુદા પક્ષો તરફથી રાજકીય પ્રતિક્રિયા આવી રહી છે. એનસીપી દ્વારા સૌથી કઠોર પ્રતિક્રિયા આપવામાં આવી છે. મહાગઠબંધન બનાવવા માટેની વાત થઇ રહી છે પરંતુ હજુ સુધી કોઇ લીડરને લઇને સહમતિ થઇ શકી નથી. આવી Âસ્થતીમાં કોંગ્રેસ માટે પણ સમસ્યા છે. ગઠબંધનમાં અનેક નેતાઓ એવા છે જે મહત્વકાક્ષી છે. જેમાં બસપના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન માયાવતી, આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન અને ટીડીપીના નેતા ચન્દ્રબાબુ નાયડુ, સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. આમાં પણ તૃણમુળ કોંગ્રેસના નેતા અને બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પણ સૌથી આગળ દેખાઇ રહ્યા છે. આ તમામ નેતાઓની અપેક્ષા વચ્ચે રાહુલને તક મળે તેવી શક્યતા ઓછી છે. કોંગ્રેસ પાર્ટી હાલમાં આશાવાદી છે. તેની પાર્ટીમાં નવા પ્રાણ પણ ફુંકાયા છે.