રાહુલ ગાંધી ગૃહની ગરિમા જાળવી શક્યા નથીઃ રાહુલની મોદીને ઝપ્પીને લઇ લોકસભાના અધ્યક્ષ નારાજ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવીદિલ્હીઃ લોકસભામાં વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એકપછી એક તેજાબી પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધી પોતાના ભાષણ બાદ નરેન્દ્ર મોદીને ગલે મળવા માટે દોડી ગયા હતા. મોદીને ગળે મળવાના રાહુલના વર્તનથી લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન પણ નાખુશ દેખાયા હતા. સુમિત્રા મહાજને આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

લોકસભાના અધ્યક્ષે કહ્યુ હતુ કે રાહુલ ગાંધીનુ વર્તન હેરાન કરનાર છે. કોંગ્રેસના પ્રમુખનુ વર્તન યોગ્ય દેખાતુ નથી. સ્પીકરે કહ્યુ હતુ કે ગૃહમાં આવા ડ્રામા જોઇને તેઓ પોતે પણ હેરાન છે. વડાપ્રધાન મોદીની એક ગરિમા હોય છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે ગૃહમાં બેઠા હતા. ગળે મળ્યા બાદ રાહુલ આંખ મારી હતી. આ હરકત પણ ખોટી અને અયોગ્ય છે.

લોકસભા અધ્યક્ષે કહ્યુ હતુ કે આ સમજી લેવાની જરૂર છે કે ગૃહની ગરીમા પણ અમારે જ જાળવી રાખવાની જરૂર છે. કોઇ પણ બહારથી આવીને વ્યક્તિ આ બાબત અમને શિખવાડશે નહી. અમને એક સાંસદ તરીકે પણ અમારી ગરિમા જાળવી રાખવાની જરૂર છે.

સ્પીકરે કહ્યુ હતુ કે તમામ લોકો એકબીજા સાથે પ્રેમ સાથે રહે તે જરૂરી છે. રાહુલ ગાંધી તેમના પુત્ર સમાન છે. કોઇને ગળે મળવાની બાબત ખરાબ નથી પરંતુ ગૃહમાં ગરિમા જાળવવાની બાબત ખુબ જ મહત્વપૂર્ણ છે.

ઉલ્લેખનીય છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આજે જારદાર નજારો જાવા મળ્યો હતો. તે વખતે રાહુલ એકાએક મોદીને ગળે મળવા માટે પહોંચી ગયા હતા. પોતાના સંબોધનને પૂર્ણ કર્યા બાદ રાહુલ મોદીને ગળે મળ્યા હતા. એકાએક જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના આ પ્રકારના વલણથી એક વખત મોદી પોતે પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. ત્યારબાદ મોદી પણ રાહુલ ગાંધીને હાથ મિલાવીને શુભકામના આપતા નજરે પડ્યા હતા. મોદીને ગળે મળ્યા બાદ કહ્યું હતું કે, હિન્દુ હોવાનો મતલબ આ જ થાય છે. રાહુલ ગાંધીના આ પ્રકારના વલણથી તમામ લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા.

બીજી બાજુ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ઉગ્ર ચર્ચા દરમિયાન આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર જારી રહ્યો હતો. કેટલાક એવા પળ પણ આવી હતી જ્યારે સમગ્ર ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું હતું. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, એક ઇન્ટરનેશનલ મિડિયા હાઉસે હાલમાં જ કહ્યું હતું કે, પ્રથમ વખત આવું લખવામાં આવી રહ્યું છે કે, ભારત પોતાની મહિલાઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે.

Share This Article