નવીદિલ્હી : કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ સંજય ભંડારી સાથે કથિત કનેક્શનને લઇને આજે રાહુલ ગાંધી ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, સંરક્ષણ સોદાબાજીમાં આટલો રસ રાહુલ ગાંધી કેમ લઇ રહ્યા છે. સાથે સાથે વાઢેરા પણ આટલો રસ આ સોદાબાજીમાં કેમ લઇ રહ્યા છે. સ્મૃતિ ઇરાનીએ પત્રકાર પરિષદ યોજીને રાફેલ ફાઇલોને લઇને એ બાબત સ્પષ્ટ થઇ છે કે, સંજય ભંડારીની સંરક્ષણ મંત્રાલય સાથે ફાઇલો ચોરી કરવા અને ત્યારબાદ તેમને ડિફેન્સ કોન્ટ્રાક્ટર સુધી પહોંચાડવામાં ભૂમિકા હતી. સંજય ભંડારીની સંરક્ષણ મંત્રાલયમાંથી ફાઇલો ચોરી કરવાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.
સ્મૃતિએ મિડિયા રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે લંડનમાં રોબર્ટ વાઢેરાની બેનામી સંપત્તિની તપાસમાં સંજય ભંડારી સાથે તેમના સંબંધોની બાબત સાબિત થઇ ચુકી છે. સંજય ભંડારી સાથે જાડાયેલા એચએલ પહવા સાથે સીધીરીતે રાહુલના જમીન ખરીદવા અને ત્યારબાદ ઉંચી કિંમત પર વેચવાની બાબતમાં પણ મિડિયા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહવાના સંજય ભંડારી સાથે સંબંધો રહી ચુક્યા છે. સ્મૃતિએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી રોબર્ટ વાઢેરાની પાછળ છુપાવવાના પ્રયાસ કરી રહ્યા છે. સ્મૃતિએ પ્રિયંકા વાઢેરા ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને ક્હયું હતું કે, એચએલ પહવાને ત્યાં દરોડા દરમિયાન ચોંકાવનારી બાબત સપાટી ઉપર આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેમની સાથે જમીનની ખરીદી માટે પૈસા ન હતા.
રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા માટે જમીન ખરીદવા માટે સીસી થંપીએ ૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા. ઇરાનીએ કહ્યું હતું કે, પહવા અને થંપીના ભંડારી સાથે સંબંધ છે. આ બાબત જાણિતી રહી છે. સ્મૃતિએ રાહુલ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, રાહુલ પ્રજાને આ બાબતનો હિસાબ આપે કે, સંરક્ષણ સોદામાં એટલો રસ કેમ લઇ રહ્યા છે. દેશની સુરક્ષાને થોડાક રૂપિયા માટે, જમીન માટે રાહુલ ગાંધીએ કેમ ઉપયોગ કર્યો છે.