કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આપેલા વચનને યોગ્ય તરીકેથી લાગુ કરવામાં આવે તો જ તેના ફાયદા લોકોને મળી શકે છે. જો કે આ યોજનાને અમલી કરવા માટે કેટલાક વિકલ્પ રહેલા છે. આ યોજનાને અમલી કરવાને લઇને કેટલાક પ્રશ્નો પણ આર્થિક નિષ્ણાંતો કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વચન આપ્યુ છે કે તેઓ દેશના ૨૦ ટકા સૌથી ગરીબ પરિવારને છ હજાર રૂપિયા દર મહિને બેંક ખાતામાં જમા કરનાર છે. આ આવક સીધી રીતે બેંક ખાતામાં જમા કરવાની વાત કરવામા આવી છે. દેશની વસ્તી આ સમય ૧૩૫ કરોડની છે. ભારતીય પરિવારમાં સરેરાશ ૪.૪૫ વ્યÂક્ત છે. જેથી ૨૦ ટકા વસ્તી સૌથી ગરીબ પરિવારોની સંખ્યા છ કરોડની આસપાસ થાય છે.
આ ગરીબ પરિવારોને પ્રતિ મહિને છ હજાર રૂપિયા અથવા તો ૭૨ હજાર રૂપિયા પ્રતિ વર્ષ આપવા માટે ૪.૩ લાખ કરોડ રૂપિયાની જરૂર પડશે. આ યોજના હેઠળ માત્ર નક્કી કરવામાં આવેલા ગરીબ પરિવારોને રકમ મળશે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસરના કહેવા મુજબ ભારત દેશમાં અડધા ગરીબ પરિવાર બીપીએલ કાર્ડથી વંચિત રહી જાય છે. જે લોકોને બીપીએલ કાર્ડ મળે છે તેમાં એક તૃતિયાશ વાસ્તવમાં એપીએલ હોય છે. આ રીતે જો વર્તમાનમાં સરકાર બીપીએલ માટે ૧૦૦ રૂપિયા ખર્ચ કરે છે તો તેમાં ૩૩ રૂપિયા એપીએલને અને ૬૭ રૂપિયા બીપીએલને જાય છે. અડધા બીપીએલ લોકો જે રહી જાય છે તેમના માટે ૬૭ રૂપિયા બીજા જરૂર હોય છે. આ રીતે કુલ ૧૩૩ રૂપિયાની જરૂર હોય છે. જો કે સરકાર માત્ર ૧૦૦ રૂપિયા ખર્ચ કરે છે. તે પૈકી ૬૭ રૂપિયા બીપીએલ પરિવારને પહોંચે છે. રાહુલ ગાંધીની ઘોષણા મુજબ આ જટિલ પ્રક્રિયા જારી રહેશે. તમામ વંચિતની સામે કેટલીક સમસ્યા રહી શકે છે. જેથી સારી બાબત તો એ છે કે ચોક્કસ આવક દેશના તમામ પરિવારને આપવામાં આવે.
૨૦ ટકા ગરીબ પરિવારને આ રકમ આપવા માટે ૪.૩ લાખ કરોડ રૂપિયાની જરૂર છે. જેથી તમામ પરિવારોને આપવા માટે આ રકમ ૨૧.૮ લાખ કરોડ થઇ જશે. આ રકમ એકત્રિત કરવાની બાબત ખુબ પડકારરૂપ રહેશે. જા કે તેના રસ્તા રહેલા છે. પ્રથમ તબક્કામાં આને અડધા કરવામાં આવે અને પ્રતિ મહિને ત્રણ હજાર રૂપિયા અથવા તો વર્ષે ૩૬ હજાર રૂપિયા તમામ પરિવારોને આપવામાં આવે તો આના માટે ૧૦.૯ લાખ કરોડ રૂપિયાની જરૂર રહેશે. આ રકમ એકત્રિત કરવા માટે કેટલાક વિકલ્પ છે. પરંતુ મુખ્ય ત્રણ રસ્તા દેખાય છે. પ્રથમ રસ્તો પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ છે. આગામી વર્ષે ૨૦૧૯-૨૦માં આશરે ત્રણ લાખ કરોડ રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ અને ડીઝલ મારફતે વસુલ કરવામાં આવનાર છે. વર્તમાનમાં પેટ્રોલ પર ૧૫ રૂપિયા પ્રતિ લીટરની એક્સાઇઝ ડ્યુટી વસુલ કરવામાં આવે છે. આડ્યુટીને ત્રણ ગણી કરી દેવામાં આવે અથવા તો ૪૫ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવે તો આ રસ્તાથી છ લાખ કરોડ રૂપિયા પ્રતિ વર્ષ વધારાની રકમ એકત્રિત કરવામાં આવી શકે છે.
જો આવુ કરવામાં આવે તો પેટ્રોલના વર્તમાન બાવ ૭૦ રૂપિયા પ્રતિ લીટરથી વધીને ૧૦૦ રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી શકે છે. પેટ્રોલના ભાવ વધવાથી પેટ્રોલનો ઉપયોગ ઓછો થશે. સાથે સાથે આયાત પર ઓછા ડોલરનો ખર્ચ કરવો પડી શકે છે. જેથી રૂપિયાની સ્થિતી મજબુત થશે. આયાત સસ્તી થઇ જશે. અમારા દેશવાસીઓના જીવનસ્તર પર સુધારા થશે. નિકાસ કરવા માટે દબાણ રહેશે. બીજા રસ્તો કલ્યાણકારી યોજનામાં સુધારા કરવા સાથે સંબંધિત છે. આગામી વર્ષે આ યોજના પર આશરે ૧૦ લાખ કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. આમાંથી અડધી યોજનાને ખતમ કરી શકાય છે. જેના કારણે પાંચ લાખ કરોડ રૂપિયાની બચત થઇ શકે છે. આ યોજનાને ખતમ કરવા પાછળ કારણ એ છે કે ગરીબ પરિવારને સીધી રીતે ત્રણ હજાર રૂપિયા મળતા રહેશે જેથી તેમને અન્ય યોજના મારફતે નાણાં આપવાની કોઇ જરૂર રહેશે નહીં. મજબુત ઇચ્છાશક્તિ સાથે જ યોજના અમલી કરી શકાય છે.