વડાપ્રધાન મોદીએ સ્વ. રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
રાજીવ ગાંધીનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૪ના રોજ મુંબઈમાં થયો હતો. રાજીવ ગાંધીએ સોનિયા ગાંધી સાથે વર્ષ ૧૯૬૮માં લગ્ન કર્યા હતા. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમના સંતાનો છે. ભારતના સૌથી યુવા પ્રધાનમંત્રી રહેલા રાજીવ ગાંધીની હત્યા ૨૧ મે ૧૯૯૧ના રોજ એક આતંકી હુમલામાં કરવામાં આવી હતી. પરંતુ તેના પાંચ વર્ષ પહેલા જ અમેરિકી ખાનગી એજન્સી ઝ્રૈંછ એ એક રિપોર્ટમાં તેમના પર હુમલો થવાની અને હત્યાના કાવતરા વિશે આશંકા સેવી હતી.
ત્યારબાદ રાજીવ ૧૯૮૯ સુધી પ્રધાનમંત્રી પદ પર રહ્યા હતા. ૪૦ વર્ષની ઉંમરમાં પ્રધાનમંત્રી બનેલા રાજીવ ગાંધી ભારતના સૌથી નાની ઉંમરના પ્રધાનમંત્રી હતા અને કદાચ વિશ્વના તે યુવા રાજનેતાઓમાં એક, જેમણે સરકારનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૯૧ ની આ ઘટનાને કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. લિટ્ટે ઉગ્રવાદીઓએ શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાથી નારાજ થઈને તમિલ વિદ્રોહિયોએ તમિલનાડુના શ્રીપેરમ્બદૂરમાં રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કર્યો હતો.
જેમાં તેમણે એક મહિલાનો ઉપયોગ કર્યો હતો. તે સમયે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહેલા રાજીવ ગાંધીની પાસે એક મહિલા ફૂલોનો હાર લઈને પહોંચી હતી, જેણે ઘણા નજીક જઈને પોતાના શરીરને બોમ્બથી ઉડાવી દીધી હતી. વિસ્ફોટ એટલો ખતરનાક હતો કે તેની ઝપેટમાં આવવાથી સૌથી વધુ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થયો છે.
સન ૧૯૯૧માં આજના દિવસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વીરભૂમિમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરીને પિતા રાહુલ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને લખ્યું, “મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી. તેઓ એક દયાળુ વ્યક્તિ હતા, અને મારા અને પ્રિયંકાના અદ્ભુત પિતા હતા, જેમણે અમને ક્ષમા અને સહાનુભૂતિનું મૂલ્ય શીખવ્યું. મને તેમની ખૂબ યાદ આવે છે અને અમે બન્નેએ સાથે જે સમય વિતાવ્યો છે, તેણે યાદ કરું છું.
તેના સિવાય દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, આપણા પૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ નેતા પી ચિદંબરમ અને સચિન પાયલોટે પણ દિલ્હીના વીર ભૂમિમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી.
આ અવસરે સચિન પાયલટે ટિ્વટ કરીને કહ્યું, ભારતમાં કોમ્પ્યૂટર અને દૂરસંચાર ક્રાંતિનો પાયો નાંખનાર, ૨૧મી સદીના આધુનિક ભારતના શિલ્પી પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર તેમણે વિનમ્ર શ્રદ્ધાંજલિ. આધુનિક વિચારો અને દૂરદર્શિતાથી દેશને એક નવી દિશા ચિંધનાર રાજીવ જી સદૈવ આપણા બધાના પ્રેરણાસ્ત્રોત રહેશે.