કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બેંગલુરૂ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. રાહુલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે “મારી મા ઘણાં ભારતીયોથી પણ વધુ ભારતીય છે.“
સોનિયા ગાંધી ઇટાલિયન હોવાની બાબતે સતત થતાં પ્રહાર પર રાહુલ ગાંધીએ જણાવ્યું કે મારી મા ઇટાલીના છે, પરંતુ તેમણે પોતાની જિંદગીનો મહત્વનો ભાગ ભારતમાં વિતાવ્યો છે. મારી માતાએ આ દેશ માટે બલિદાન આપ્યું છે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે મારી માતાએ આ માટે બલિદાન આપ્યું છે. આ દેશ માટે તેમણે ઘણું સહન કર્યું છે. જો પ્રધાનમંત્રી મારી મા વિશે કંઇ પણ કોમેન્ટ કરે છે તો તે તેમનું સ્તર બતાવે છે.
આ ઉપરાંત પણ રાહુલ ગાંધીએ અન્ય બાબતો વિશે પણ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું કે આ કર્ણાટક અને આરએસએસની વિચારધારા વચ્ચેની લડાઇ છે, વાસ્તવિકતાઓ એ છે કે હવે તેઓ ખરાબ રીતે ડરી ગયા છે અને તેમને કર્ણાટકમાં પોતાની હાર દેખાઇ રહી છે. કોંગ્રેસે રચનાત્મક અને સકારાત્મક અભિયાન ચલાવ્યું છે. જો કે, વિપક્ષે કર્ણાટકના વિકાસ માટે પોતાની યોજનાઓ વિશે કોઇ વાત કરી નથી.
તેમણએ મહિલાઓ પર થતાં અત્યાચાર વિશે જણાવ્યું કે મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર ચોક્કસપણે રાજકીય મુદ્દો છે. શું દેશની મહિલાઓ સાથે બળાત્કાર થતો રહે અને તેઓ ઇચ્છી રહ્યાં છે કે રાજનીતિક દળ આ પર ચુપ રહે?
બેરોજગારી વિશે બોલતા તેમણે જણાવ્યું કે દેશમાં આજે સૌથી મોટો પડકાર યુવાઓને રોજગાર આપવાનો છે.