નવીદિલ્હી : કોંગ્રેસના નેતા વિરપ્પા મોઇલીએ આજે કહ્યું હતું કે, પાર્ટી પ્રમુખ તરીકે ચાલુ રહેવાની રાહુલ ગાંધીની એક ટકા પણ શક્યતા નથી. કોંગ્રેસના પીઢ નેતાએ કહ્યું હતું કે, તેમના નિર્ણયને કોઇ કિંમતે રાહુલ ગાંધી પરત ખેંચશે નહીં. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલે આ પ્રકારની પ્રતિક્રિયા સાફ શબ્દોમાં આપી હતી. વિરપ્પા મોઇલીએ કહ્યું હતું કે, કોઇપણ બાબત શક્ય બની શકે છે પરંતુ હાલની સ્થિતિમાં રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ તરીકે રહેવા ઇચ્છુક નથી. કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કાયદો અને ન્યાય, પેટ્રોલિયમ અને કોર્પોરેટ બાબતોના મંત્રી તરીકે તેઓ રહ્યા હતા. કોંગ્રેસ કારોબારી દ્વારા કોઇપણ નિર્ણય અંતિમરીતે લેવામાં આવશે.
Kumbh Story: વિદેશીને લાગ્યો સનાતનનો રંગ, ઈંગ્લેન્ડનો જેકબ કઈ રીતે બની ગયો જય કિશન સરસ્વતી?
ઈંગ્લેન્ડના જેકબ પણ સનાતન ધર્મથી ઘણા પ્રભાવિત થયા છે અને સનાતન ધર્મ અપનાવી હવે તેઓ જય કિશન સરસ્વતી બની ગયા...
Read more