અમેઠી : લોકસભાની ચૂંટણીમાં અમેઠી બેઠક પર કારમી હાર ખાધા બાદ પોતાની પ્રથમ મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે પોતાની હાર માટે સ્થાનિક નેતાઓને દોષિત ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, તેઓ પોતાના મત વિસ્તારને ક્યારે પણ છોડનાર નથી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સ્થાનિક નેતાઓ લોકોથી બિલકુલ દૂર રહ્યા હતા. રાહુલે ખાતરી આપી હતી કે, પોતાના મતવિસ્તાર માટે કામ કરતા રહેશે. બીજી બાજુ રાજ્ય યુવા કોંગ્રેસના વડા નદીમ અશરફે રાહુલ ગાંધીને ટાંકીને કહ્યું હતું કે, રાહુલ અમેઠીમાં પાર્ટી માટે અને લોકો માટે કામ કરવા માટે ઇચ્છુક છે. અમેઠીના વિકાસને કોઇ કિંમતે રોકવામાં આવશે નહીં. રાહુલ ગાંધીએ પાર્ટી વર્કરો સાથે વાતચીત કરી હતી.
આ ઉપરાંત રાહુલે પાર્ટી વર્કરોના આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે એમ પણ કહ્યું હતું કે, તેઓ વાયનાડમાંથી સાંસદ તરીકે છે પરંતુ અમેઠી સાથેના તેમના સંબંધ ત્રણ દશક જુના છે. દિલ્હીમાં અમેઠી માટે લડત ચલાવતા રહેશે. ચૂંટણી પરિણામ અંગે રાહુલ ગાંધીએ કોઇ વધારે વાત કરી ન હતી. અમેઠીની ચૂંટણીમાં આશ્ચર્યજનકરીતે હાર થઇ હતી. રાહુલ ગાંધીની કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની સાથે હાર થઇ હતી. તાજેતરની ચૂંટણીમાં પોતાના મતવિસ્તારમાં રાહુલ ગાંધીની ૫૨૦૦૦ મતે હાર થઇ હતી. જિલ્લા કોંગ્રેસ સમિતિના સભ્ય નરેન્દ્ર મિશ્રાએ કહ્યું હતું કે, ગાંધીએ પાર્ટીના વર્કરો માટે ખુબ મહેનત કરી છે. આ ઉપરાંત આજે રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોની પ્રશંસા પમ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કાર્યકરોએ ચૂંટણી પ્રચાર દરમિયાન ખુબ મહેનત કરી હતી પરંતુ સ્થાનિક નેતાઓ લોકોથી દૂર રહ્યા હતા જેના પરિણામ સ્વરુપે તેમની હાર થઇ હતી. ઘણા કાર્યકરોનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટી સમગ્ર જિલ્લામાં ખુબ કમજાર છે. પાર્ટીનો ચૂંટણી પ્રચાર પણ યોગ્ય દિશામાં રહ્યો ન હતો.
કાર્યકરોએ એવી માંગ પણ કરી હતી કે, ગાંધીએ પાર્ટી પ્રમુખના હોદ્દાથી તેમનું રાજીનામુ પરત ખેંચી લેવું જાઇએ અને વધારે સક્રિયતા સાથે કામ કરવું જાઇએ. કોંગ્રેસના નેતાએ હાલમાં જ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપ્યું હતું. અમેઠીમાં ગાંધીના પ્રતિનિધિ ચંદ્રકાંત દુબે અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ યોગેન્દ્ર મિશ્રા રાજીનામુ આપી ચુક્યા છે. પાર્ટીના કાર્યકરો સાથે ૫૦ મિનિટ સુધી વાતચીત ચાલી હતી જેમાં પાંચ વિધાનસભા મતવિસ્તાર સલોન, અમેઠી, ગૌરીગંજ, જગદીશપુરમાં બુથ પ્રમુખો પણ ઉપÂસ્થત રહ્યા હતા. ત્યારબાદ ગાંધી છટોહ બ્લોકમાં બે ગામ માટે રવાના થઇ ગયા હતા. અમેઠી પહોંચ્યા બાદ કોંગ્રેસના નેતા સૌથી પહેલા ગૌરીગંજ આવાસ ખાતે પહોંચ્યા હતા. નિર્મલાદેવી એજ્યુકેશનલ સંસ્થામાં પાર્ટીના હોદ્દેદારો સાથે બેઠક પણ યોજી હતી. મે મહિનામાં સ્મૃતિ ઇરાનીએ Âટ્વટર ઉપર એક વિડિયો જારી કર્યો હતો જેમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.