કોલ્લમ : સબરીમાલામાં જારદાર વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરનાર અયપ્પા ધર્મસેનાના અધ્યક્ષ રાહુલ ઇશ્વરની તેમના ઉશ્કેરણીજનક ભાષણ માટે ધરપકડ કરી લેવામાં આવી છે. આઈપીસીની કલમ ૧૫૩ હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે. રાહુલ ઇશ્વરનું કહેવું છે કે, લોકો તૈયાર છે. પોતાના હાથ ઉપર ઇજા પહોંચાડવા માટે પણ તૈયાર છે.
મંદિરોમાં રક્તપાત ફેલાવવા માટે પણ તૈયાર છે. અયપ્પા ધર્મસેનાના અધ્યક્ષ રાહુલે કહ્યું હતું કે, જા તેમનું લોહી મંદિર સંકુલમાં પડે છે તો પુજારી શુદ્ધતાના રિવાજ માટે ત્રણ દિવસ મંદિર બંધ કરવા માટે મજબૂર થઇ જાય છે. ૧૭મી ઓક્ટોબરના દિવસે પૂજા માટે મંદિરના દ્વાર ખોલી દેવામાં આવ્યા બાદ રાહુલને ૧૯ અન્ય લોકોની સાથે પકડી લેવામાં આવ્યો હતો. જા કે, મોડેથી આ તમામને જામીન મળી ગયા હતા. સબરીમાલામાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદથી વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો છે. મંદિરમાં પ્રવેશવાની મહિલાઓને મંજુરી આપવામાં આવી હોવા છતાં કોઇ મહિલા હજુ સુધી મંદિરમાં પ્રવેશ કરી શકી નથી.