રાઘવ ચઢ્ઢાએ પરિણીતિ ચોપડા સાથે સગાઈ કરી લીધી, ક્યારે કરવાના છે લગ્ન..

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બોલીવૂડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાના ડેટીંગના સમાચાર તો પહેલાથી આવી રહ્યા છે. તેમના લગ્ન નક્કી થવા જઈ રહ્યા હતા. હવે બંનેએ સગાઈ કરીને આ દિશામાં આગળ વધી રહ્યા છે. હાલમાં જ પરિણીતીને રિંગ ફિંગર પર સિલ્વર બૈંડ પહેરેલી જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્‌સમાં જણાવ્યા અનુસાર, પરિણીતિ ચોપડા અને રાઘવના પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં એક પરંપરાગત રોકા સમારંભમાં સગાઈ કરી હતી. કહેવાય છે કે, બંને આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં લગ્ન કરશે. રિપોર્ટ્‌માં કહેવાયું છે કે, પરિણીતિ લગ્ન કરવામાં ઉતાવળ કરતી નથી, કેમ કે તે પોતાના શૂટીંગને લઈને ખૂબ વ્યસ્ત છે.

રસપ્રદ વાત એ છે કે, પરિણીતિ ચોપડાના બહેન પ્રિયંકા ચોપડા જોનાસ, જે ટૂંક સમયમાં સ્ટ્રીમિંગ સીરીઝ સિટાડેલમાં જોવા મળશે. ઓક્ટોબરના અંતિમ અઠવાડીયામાં જિયો મામી ફિલ્મ ફેસ્ટીવલના ૨૩માં એપિસોડમાં ભાગ લેવા માટે ભારત આવશે. કામના મોર્ચે પરિણીતિ ઈમ્તિયાઝ અલી નિર્દેશિત ચમકીલામાં દિલજીત દોસાંઝ સાથે નજર આવશે. કહેવાય છે કે, આ ફિલ્મ પંજાબી સિંગર સમર સિંહ ચમકીલાથી પ્રેરિત છે.

Share This Article